રાત્રે સૂતી વખતે સમાસ્યા રહે છે, મન અશાંત રહે છે, તો સૂતા પહેલા આ કરો
Sleep pattern tips : સતત વધુ ઊંઘ લેવાથી અન્ય બીમારીઓ પણ ધર કરી શકે છે
Advertisement
Sleep pattern tips : આ આધુનિક યુગમાં ઊંઘ એકમાત્ર શાંતિ અને સુકુન આપતી ક્રિયા છે. ત્યારે જો તમે તામારી ઊંઘ સાથે કોઈપણ પ્રકારની કચાસ રાખી રહ્યા છો. તે તમારી સૌથી મોટી ભૂલ છે. જોકે ઊંઘવાની પણ અમુક મર્યાદા છે. અમુક કાલાકો પૂરતી જ ઊંઘ લેવી જોઈએ. તેના કારતા સતત વધુ ઊંઘ લેવાથી અન્ય બીમારીઓ પણ ધર કરી શકે છે. પરંતુ જો તમને ઊંઘ લેવામાં પણ મુશ્કેલી આવી રહી છે. ત્યારે તેના અમુક કારણો હોઈ શકે છે. આ સમસ્યાનું નિરાકરણ આ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.
આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી અંતર રાખો
- આજના યુગમાં ફોન માનવીનો અવિભાજ્ય અંગ બની ગયો છે. જો તમે મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરો છો. તો સૌ પ્રથમ તેને બંધ કરો અને જો ફોનને બાજુમાં રાખીને ઊંઘવું જોઈએ નહીં. તો ખાસ કરીને મનને શાંત રાખવા માટે સૂવાના એક કલાક પહેલા ફોન, ટીવી, લેપટોપથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.
આ રીતે તમે આવતીકાલના કામની ચિંતા કરવાનું બંધ કરી શકો છો
- જો તમે આવતીકાલના કામને લઈને ચિંતિત છો અને તેના કારણે તમે તમારા મનને શાંત રાખી શકતા નથી, તો તમારે આવતીકાલે શું કરવાનું છે, તેની તમામ તૈયારીઓ આજથી શરુ કરી દો. તેનાથી તમારા કામમાં ઘટાડો થશે.
સૂવાના સમયે યોગ કરો
- સારી ઊંઘ માટે રોજ સૂતા પહેલા સૂવાના સમયે યોગાસન કરી શકાય છે. આ યોગાસનો માત્ર શરીરને આરામ જ નથી આપતા પરંતુ માનસિક રીતે પણ હળવાશ અનુભવે છે, જે ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. આમાં તમે બાલાસન, બદ્ધ કોનાસન, વિપરિતા કરણી આસન વગેરે કરી શકો છો.
આ વસ્તુઓને હુંફાળા દૂધમાં મિક્સ કરીને પીવો
- જો તમે તણાવના કારણે રાત્રે જાગી જાઓ છો, તો તેનાથી રાહત મેળવવા માટે સૂવાના અડધા કલાક પહેલા નવશેકું દૂધમાં થોડી હળદર અથવા એક ચપટી જાયફળનો પાવડર મિક્સ કરીને પીવો. આ બંને મસાલા સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડીને ઊંઘ સુધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Project Thessalonica- પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
Advertisement
Advertisement


