Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SMC Raid : પોરબંદરના રાણાવાવમાં દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા, 1500 લીટર દેશી દારૂ જપ્ત

કેમ ટીમ એસએમસી પોરબંદર જિલ્લામાં જતી ન હતી ? વાંચો આ અહેવાલમાં
smc raid   પોરબંદરના રાણાવાવમાં દારૂની ભઠ્ઠી પર smcના દરોડા  1500 લીટર દેશી દારૂ જપ્ત
Advertisement

SMC Raid : દરિયાકાંઠે આવેલા સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાઓમાં પ્યાસીઓની પ્યાસ બૂઝાવવા બુટલેગરો અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સતત સક્રિય રહે છે. ગાંધીનું ગુજરાત તેમજ તેમનું જન્મસ્થાન પોરબંદર (Porbandar) પણ આમાંથી બાકાત નથી. ગાંધીના ગામમાં દેશી-વિદેશી દારૂ માગો એટલો મળી રહે છે. તે વાતને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડા (SMC Raid) માં સમર્થન મળી રહે છે. અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બર-2023માં 28 લાખનો વિદેશી દારૂ SMC Raid માં પોરબંદર જિલ્લામાંથી પકડાયો હતો અને ત્યારબાદ એક પણ વખત Team SMC પોરબંદર તેમજ આસપાસના જિલ્લાઓમાં ફરકી ન હતી. કેમ ટીમ એસએમસી પોરબંદર જિલ્લામાં જતી ન હતી ? વાંચો આ અહેવાલમાં...

SMC Raid માં લિસ્ટેડ બુટલેગરો ના મળ્યા

સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ. વી. ગળચર (PSI S V Galchar) અને તેમની ટીમે પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં શુક્રવારની સમી સાંજે દરોડો પાડ્યો હતો. SMC Raid દરમિયાન પોલીસને સ્થળ પરથી સગીર વયના ત્રણ મજૂરો મળ્યા હતા. પોલીસના હાથે ઝડપાઈ ગયેલા આ ત્રણ શખ્સોને દારૂની ભઠ્ઠી પર કામ કરવા પેટે એક દિવસના 200 રૂપિયા મજૂરી મળતી હોવાનો ઉલ્લેખ FIR માં કરાયો છે. એસએમસીની ટીમે 1490 લીટર દેશી દારૂ (2.98 લાખ), વૉશ 4400 લીટર (1.10 લાખ), 50 મણ લાકડા, ત્રણ મોબાઈલ ફોન, બાઈક સહિત કુલ 4.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર કિશોર ગુરગટીયા, સમરણ ગુરગટીયા તેમજ ચિરાગ રબારી અને પાલા રબારીને ફરાર દર્શાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો- Liquor Theft : વડોદરા ગ્રામ્યમાં પોલીસે પહેલાં દારૂ ચોરી કર્યો અને પછી કેમ સળગાવી દીધો ?

Advertisement

LCBના આર્શીવાદ, વૉન્ટેડ બુટલેગરો સક્રિય

લિસ્ટેડ બુટલેગર કિશોર સાજણ ગુરગટીયા સામે પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનના 16 કેસ અને એક હુમલાનો એમ 17 ગુના નવ વર્ષમાં નોંધાયા છે. જ્યારે કિશોરના પાર્ટનર સરમણ પોલા ગુટરગટીયા સામે પ્રોહિબિશનના 7 કેસ અને એક હુમલાનો કેસ નવ વર્ષ દરમિયાન નોંધાયા છે. કિશોર સામે ચાલુ વર્ષે કુતીયાણા પોલીસ સ્ટેશન (Kutiyana Police Station) માં ગુનો નોંધાયો હોવા છતાં તેને Porbandar LCB તેમજ સ્થાનિક પોલીસ પકડતી નથી. જ્યારે આવી જ રીતે બુટલેગર સરમણને પણ એક કેસમાં સ્થાનિક પોલીસ અને જિલ્લા એલસીબી છાવરી રહી છે.

ગેરકાયદે ખનનમાં સામેલ બુટલેગરોએ કર્યો હતો હુમલો

રાણાવાવ તાલુકા સહિત પોરબંદર જિલ્લામાં તંત્રની કૃપાથી બેફામ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ગત જાન્યુઆરી મહિનામાં રાણાવાવ પોલીસ સ્ટેશન (Ranavav Police Station) ખાતે નોંધાયેલી ફરિયાદમાં ગેરકાયદે ખનનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સરમણ ઉર્ફે નિલેશ ગુરગટીયાએ ગત 11 જાન્યુઆરીના રોજ સવારે આટીવારા નેશની બાજુમાં ગુજાજલી જળમાંથી પિતરાઈ ભાઇ રમેશ પોલા ગુરગટીયા JCBથી માટી-રેતી કાઢતો હોવાથી વિરોધ કર્યો હતો. જેથી રમેશ પોલા, સરમણ પોલા અને કિશોર સાજણે કુહાડી-છરા જેવા હથિયારથી હિંસક હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પિતરાઈ અમરા પોલા તથા ભાયા રૂડા આવ્યા હતા અને લાકડી વડે માર મારી બાઈક પર નાસી ગયા હતા.

SMC અને પોરબંદર પોલીસનું ગઠબંધન તૂટ્યું

છેલ્લાં બે વર્ષમાં થયેલા State Monitoring Cell ના દરોડાઓમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં શહેરો મોખરે છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, છોટાઉદેપુર, વડોદરા ગ્રામ્ય, નવસારી અને તાપી જિલ્લામાં Team SMC સમયાંતરે દરોડા પાડતી રહે છે. પોરબંદર જિલ્લામાં ટીમ એસએમસી બે વર્ષથી પગ નહીં મુકતી હોવા પાછળ એક અધિકારી અને જિલ્લા એસપી વચ્ચેની ગાઢ મિત્રતા કારણભૂત હતી. જો કે, હવે આ પોલીસ અધિકારી અને તેમના ઇશારે નાચતા પોલીસવાળા એસએમસીમાં કાર્યરત નહીં હોવાથી પોરબંદર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર Team SMC એ ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાનું ચર્ચાય છે.

Tags :
Advertisement

.

×