Chhota Udepur : ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો નવો કીમિયો, મોપેડનો કર્યો ઉપયોગ
- Chhota Udepur : ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો, SMCએ નિષ્ફળ કરીને 15 મોપેડ સાથે 25 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો
- બોડેલીમાં SMCની મોટી કાર્યવાહી, 25.66 લાખના વિદેશી દારૂની હેરાફેરી– 15 ઝડપાયા
- મોપેડ પર MPથી ગુજરાતમાં ઘૂસેડવામાં આવી રહ્યો હતો વિદેશી દારૂ
Chhota Udepur : ગુજરાતની 'ડ્રાય સ્ટેટ'ના દાવાઓ આજે ફરી એક વખત પોકળ સાબિત થયા! છોટાઉદેપુર જિલ્લાના (Chhota Udepur) બોડેલી તાલુકાના કોલીયારી ગામ પાસે નર્મદા કેનાલના કિનારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસેડાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આશરે 15 સ્કૂટીઓ પર લઈ જવાતા આ દારૂની કિંમત 25.66 લાખથી વધુની છે, જેમાં દારૂ ઉપરાંત સ્કૂટીઓ પણ સામેલ છે. 15 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 અન્ય ફરાર છે. આ કાર્યવાહીએ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલો ઉભા કર્યા છે .
Chhota Udepur માં SMCની શાનદાર કામગીરી
SMCની ગુપ્ત માહિતી પર આધારિત ટીમે નર્મદા કેનાલના કિનારે અવર-જવર કરતી વખતે 15 સ્કૂટીઓની પકડી પડવામાં આવી છે. પોલીસને શંકા ન જાય તે માટે સ્કૂટીઓ પર વિદેશી બ્રાન્ડ્સના દારૂની ખેપ મારવામાં આવી રહી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, આ દારૂ મધ્યપ્રદેશના ઇન્દોર અને ભોપાલ વિસ્તારોમાંથી ખરીદીને નર્મદા કેનાલના માર્ગે ગુજરાતમાં ઘુસેડવામાં આવી રહ્યું હતુ. આ કાર્યવાહીએ દારૂબંધીના દાવાને મજાક બનાવી દીધી છે. આવા મોટા સ્ટોકને કેવી રીતે સરહદ પાર કરવામાં આવે છે, તેની તપાસ કરવી જરૂરી છે."
આ પણ વાંચો- કરોડોનું કાળુ નાણું Cryptocurrency માં ફેરવવા આંગડિયામાં મોકલેલી રકમ પૈકી 1 કરોડ લઈને ગઠીયો ફરાર
15 સ્કૂટી સહિત 15 લોકોની ધરપકડ
જપ્ત મુદ્દામાલમાં 500થી વધુ દારૂની બોટલ સહિત 15 સ્કૂટીઓ અને અન્ય સાધનો સામેલ છે, જેની કુલ કિંમત 25.66 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીએ સ્થાનિક પોલીસ પર પણ તીખા સવાલો ઉભા કર્યા છે. બોડેલી અને કોલીયારી વિસ્તારમાં તાજેતરમાં અનેક દારૂ હેરાફેરીના કેસો નોંધાયા છે, પણ મોટી કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો છે. "SMCને માહિતી મળી તો તરત કાર્યવાહી થઈ પણ સ્થાનિક પોલીસ ક્યાં હતી?
આદિવાસી વિસ્તારોમાં દારૂની હેરાફેરી
છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાં દારૂની હેરાફેરી એક જૂની સમસ્યા છે, જે યુવાનોમાં વ્યસન અને અપરાધ વધારે છે. તાજેતરમાં ગુજરાતમાં અનેક આવી કાર્યવાહીઓ થઈ છે, પણ આ બુટલેગરોએ એક નવો જ કીમિયો અજમાવ્યો હતો. પરંતુ તે છતાં પણ SMCએ બુટલેગરોની પોલી ખોલીને મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડીને 15 લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને માલ મંગાવનારા સુધી પહોંચવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા છે.
Chhota Udepur માં તો દારૂબંધી માત્ર કાગળ પર
સ્થાનિક રહેવાસીઓ કહે છે, "દારૂબંધી તો કાગળ પર છે, વાસ્તવમાં તો દરેક ગામમાં વેચાણ થાય છે. આ કાર્યવાહીએ થોડી આશા જગાવી છે." જણાવી દઈએ કે, 14.41,860 લાખનો વિદેશી દારૂ, 10,50, 000ની સ્કૂટી, 15 મોબાઇલ 75000 મળી કુલ 25,66,860 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Ahmedabad : બોપલમાં ભૂ-માફિયા બેફામ ! વિદેશ પ્રવાસે ગયેલા માલિકનો બગીચો-દિવાલ તોડી RCC રોડ બનાવી દીધો


