પૂર્વ કેન્દ્રિય મંત્રી જૂના અંદાજમાં દર્શકો વચ્ચે જશે, 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ફરી દિલ જીતવા મેદાને
- સ્મૃતિ ઇરાની પૂર્વ કેન્દ્રિય મંત્રી છે
- તેઓ ચૂંટણી લડતા પહેલા લોકપ્રિય સિરીયલનું મુખ્ય પાત્ર હતા
- રાજકારણમાંથી વિરામ લઇને તેઓ હવે પરદાની દુનિયામાં પરત ફરી રહ્યા છે
SMRITI IRANI : ઘણા વર્ષો પછી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરા (SMRITI IRANI) ની તુલસી તરીકે ટેલીવીઝનના પરદે દર્શકો સમક્ષ પરત ફરી રહી છે. તેઓની બહુપ્રતિક્ષિત સીરીયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi - 2) માંથી તેઓનો પ્રથમ લુક ઇન્ટરનેટ પર છવાયો છે. વર્ષ 2000 માં પ્રસારિત થયેલી અને 2008 સુધી સફળતાપૂર્વક ચાલી રહેલી આ સિરિયલ હવે તેની બીજી સીઝન સાથે દર્શકોને મનોરંજન પીરસવા માટે તૈયાર છે, આ વાતથી ચાહકો ખૂબ ખુશ છે. આ દરમિયાન, શોમાં તુલસી વિરાણીનું પાત્ર ભજવતી સ્મૃતિ ઈરાનીનો પહેલો લુક પણ જાહેર કરવામાં આવ્યો છે, અને દર્શકો તેને જોઈને ખૂબ જ ખુશ છે.
View this post on Instagram
પહેલો લુક બહાર આવ્યો
સેલિબ્રિટી પાપારાઝી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'ઇન્સ્ટન્ટ બોલીવુડ' એ સોમવારે એક પોસ્ટ શેર કરીને સ્મૃતિ ઈરાનીનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ પોસ્ટમાં, શોમાં તુલસી વિરાણીનું પાત્ર ભજવતી સ્મૃતિ ઈરાની, મરૂન રંગની સાડીમાં તેમની સિગ્નેચર સ્ટાઇલ લાલ બિંદી સાથે જોવા મળે છે અને તેમણે પરંપરાગત ઘરેણાં પણ પહેર્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ પર ઝડપથી પ્રતિક્રિયા આપીને પોતાના વિચારો શેર કરી રહ્યા છે.
સ્મૃતિ ઈરાનીને તુલસીના લુકમાં જોઈને ચાહકો ખુશ
સ્મૃતિ ઈરાનીને ફરી એકવાર તુલસીના લુકમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સ્મૃતિ ઈરાનીના લુક પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, "બધા લોકપ્રિય ટીવી શો ફરીથી પાછા લાવો." "તુલસીએ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી," બીજા યુઝરે ટિપ્પણી કરી. બીજા એક યુઝરે લખ્યું- 'અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.'
સ્મૃતિ ઈરાનીએ એક જૂનો ફોટો શેર કર્યો
ગયા અઠવાડિયે સ્મૃતિ ઈરાનીએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોની 25મી વર્ષગાંઠ પર કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, "25 વર્ષ પહેલાં, એક વાર્તા ભારતીય ઘરોમાં પ્રવેશી અને શાંતિથી અસંખ્ય લોકોના જીવનનો ભાગ બની ગઈ. ક્યુંકી સાસ ભી કભી બહુ થી ફક્ત એક શો નહોતો - તે એક લાગણી, એક યાદ, એક વિધિ હતી. એક એવો સમય જ્યારે પરિવારો બધું બંધ કરીને સાથે બેસતા... રડતા, હસતા, આશા રાખતા. તુલસીને પોતાના પરિવારનો ભાગ બનાવનારા દરેક દર્શકનો આભાર - આ સફર ફક્ત મારી નહોતી. તે આપણી હતી. અને હંમેશા રહેશે."
આ શો 3 જુલાઈથી આવવાનો હતો
આઇકોનિક શોની મુખ્ય સ્ટાર કાસ્ટમાં તુલસી વિરાણી તરીકે સ્મૃતિ ઈરાની, મિહિર મનસુખ વિરાણી તરીકે અમર ઉપાધ્યાય, ડૉ. મંદિરા ગુજરાલ તરીકે મદિરા બેદી, ગોવર્ધન વિરાણી તરીકે દિનેશ ઠાકુર, અંબા વિરાણી તરીકે સુધા શિવપુરી અને અન્યનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની બીજી સીઝન પહેલા 3 જુલાઈ, 2025 ના રોજ પ્રીમિયર થવાની હતી, જો કે, હવે તેમાં વિલંબ થયો છે.
આ પણ વાંચો ---- MUMBAI : MNS નેતાના પુત્રએ અર્ધનગ્ન થઇ તોફાન મચાવ્યું, રાખી સાવંતની મિત્રનો આરોપ


