Boycott IND vs PAK : ડ્રેસિંગ રૂમ સુધી મેચ બહિષ્કારનો મામલો પહોંચ્યાનો દાવો
- ભારત-પાકિસ્તાનની મેચનો મામલો ચિંતાજનક બન્યો
- ખીલાડીઓએ હેડ કોચ સાથે વાત કરી હોવાનો અહેવાલનો દાવો
- મેચના કારણે લોકોનો બીસીસીઆઇ સામે રોષ
Boycott IND vs PAK : આજે 14 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એશિયા કપ 2025 (Asia Cup - 2025) માં ભારત અને પાકિસ્તાન (India-Pakistan Match) વચ્ચેની સૌથી મોટીને લઇને અવઢવ છે. સોશિયલ મીડિયા પર આ મેચનો બહિષ્કાર (Social Media Boycott) કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. આ મેચનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે, માત્ર ચાર મહિના પહેલા જ પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ભારતના 26 લોકોની હત્યા કરી હતી. આ કારણે હાલ ભારતીય ચાહકો BCCI અને સરકાર સામે ગુસ્સે છે.
ગૌતમ ગંભીર સાથે પણ આ અંગે વાત કરી
વિરોધ પ્રદર્શનો વચ્ચે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે મેચ બંધ થવાનું નથી. આ વચ્ચે #BoycottINDvPAK સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ બહિષ્કારના વલણને કારણે, ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ તણાવ વધી ગયો છે. મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઉપ-કેપ્ટન શુભમન ગિલ સહિત ઘણા ખેલાડીઓ આનાથી આશ્ચર્યચકિત છે. રિપોર્ટ અનુસાર, ખેલાડીઓએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે પણ આ અંગે વાત કરી છે.
મેચના બહિષ્કારના વલણથી તેઓ ખૂબ જ નારાજ
અહેવાલ મુજબ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને ઘણા ખેલાડીઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડથી ચોંકી ગયા છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ઘણા ખેલાડીઓ સોશિયલ મીડિયા પર સક્રિય છે, અને મેચના બહિષ્કારના વલણથી તેઓ ખૂબ જ નારાજ છે.
ખેલાડીઓ પહેલા પાકિસ્તાન સામે રમી ચૂક્યા છે
દરમિયાન, અન્ય અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય ખેલાડીઓએ ગૌતમ ગંભીર (ટીમના મુખ્ય કોચ) અને કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો સાથે સ્થિતીને શાંત કરવા અને પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળવા માટે વાત કરી છે. જો કે, ઘણા ખેલાડીઓ પહેલા પાકિસ્તાન સામે રમી ચૂક્યા છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ તે સમય કરતા ઘણી અલગ છે.
કેપ્ટન અને કોચ પ્રેસ કોન્ફરન્સમાં પણ આવ્યા ન્હતા
પાકિસ્તાન સામેની મેચ અંગે દેશમાં વાતાવરણ યોગ્ય નથી, અને ખેલાડીઓ પણ આ વાતથી સારી રીતે વાકેફ છે. મોટી મેચની પૂર્વસંધ્યાએ, ના તો કેપ્ટન સૂર્યકુમાર યાદવ કે ના તો મુખ્ય કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ડ્રેસિંગ રૂમ પણ બહિષ્કારના વલણથી નારાજ છે. મેનેજમેન્ટે શનિવારે સહાયક કોચ રાયન ટેનને પ્રેસ કોન્ફરન્સમાં મોકલ્યા હતા.
હોટલની લોબી મીડિયા વોર ઝોનમાં ફેરવાઈ જાય
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ રમે છે, ત્યારે તે તહેવારની ઉજવણી જેવું હોય છે. મેચ શરૂ થાય તે પહેલાં બધી ટિકિટો વેચાઈ જાય છે, પ્રેક્ટિસ દરમિયાન ચાહકો ખેલાડીઓને ઘેરી લે છે, અને હોટલની લોબી મીડિયા વોર ઝોનમાં ફેરવાઈ જાય છે. પરંતુ આ વખતે બહિષ્કારના વલણને કારણે વાતાવરણ ઠંડુ છે.
ઘણા લોકોએ લાગણી વ્યક્ત કરી
ભારત-પાકિસ્તાન મેચ શરૂ થાય તે પહેલાં જ #BoycottIndvsPak જેવા હેશટેગ ફરીથી ટ્રેન્ડ કરી રહ્યા છે. અભિનેતાઓથી લઈને અનુભવીઓ, પત્રકારો અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુધી, ઘણા લોકોએ આ લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવામાં આવી રહી છે કે ક્રિકેટ અને લોહી સાથે ન ચાલી શકે.
આ પણ વાંચો ----- 'મારા ભાઇને ગોળીઓ મારી હતી, તે પાછો લાવી આપો, પછી મેચ રમજો', પરિવારનો આક્રંદ


