આખુ ગામ વસાવી લેવાય તેટલું સાસરિયાઓએ વરરાજાને દહેજમાં આપ્યું, વીડિયો વાયરલ
- વરરાજાને દહેજ આપતો વીડિયો વાયરલ
- દિકરીના પિતાએ જમીન,રોકડ, સોનું-ચાંદી તમામ વસ્તુઓ આપી
- વાયરલ વીડિયો પર લોકોની મિશ્ર પ્રકારે પ્રતિક્રિયા
Dowry Video Viral : લગ્નમાં મોટા પાયે દહેજ લેવાના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Dowry Video Viral) થાય છે. વાયરલ વીડિયો (Dowry Video Viral) માં જોવા મળે છે કે, કન્યાનો પરિવાર વરરાજાની સાથે સાથે બારાતીઓને પણ દહેજમાં ઘણી બધી ભેટો આપે છે. જે દહેજ પ્રથાના વિરોધમાં ચાલતા પ્રયાસોને ઠેસ પહોંચાડે છે. તેવામાં લગ્નમાં વરરાજાનો દહેજ લેતો વીડિયો (Dowry Video Viral) સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચકિત થઇ ગયા છે. લગ્નમાં હાજર મહેમાનો પણ વરરાજાને આપવામાં આવતા દહેજને જોઈને દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો જે કોઈ જોઈ રહ્યું છે, તે પણ વિચારતા થઇ ગયા છે. તથા વરરાજાને મોટું દહેજ મળવાના આ સમાચારે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.
હે ભગવાન આટલું બધું દહેજ
વાયરલ વીડિયોમાં (Dowry Video Viral) જોવા મળી રહ્યું છે કે, વરરાજાને દહેજમાં 210 વીઘા જમીન આપવામાં આવી છે. અરે, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. માત્ર 210 વીઘા જમીન જ નહીં, પણ વરરાજાને દહેજમાં પેટ્રોલ પંપ પણ મળ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સાથે જ વરરાજાને 15.65 કરોડ રૂપિયા રોકડા, 3 કિલો ચાંદી પણ મળી છે. આ સમાચારે ખરેખર સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. જો કે, ભારતમાં દહેજ આપવું અને લેવું બંને ગુનો છે. આ કિસ્સો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી સામે આવ્યો છે. અહીં થયેલા આ લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. હવે ચાલો જાણીએ કે આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા શું છે.
Love marriage vo kya hota hai 💀 pic.twitter.com/otmFucQnep
— Wednesday (@Shizukahuji) August 20, 2025
લોકો દંગ રહી ગયા
સૌ પ્રથમ, અમે તમને જણાવી દઈએ કે, આ વીડિયોને દોઢ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને x હેન્ડલ @Shizukahuji પર શેર કરવામાં આવ્યો છે. આના પર એક યુઝરે લખ્યું છે, 'એરેન્જ્ડ મેરેજમાં, ફક્ત પૈસા હોય છે'. બીજા યુઝરે લખ્યું છે, 'હું ફક્ત એ વિચારીને ચિંતિત છું કે, આ વરરાજાની પ્રોફાઇલ શું છે ? ત્રીજાએ લખ્યું છે, 'મારવાડીઓ આ રીતે લગ્ન કરે છે'. ચોથાએ લખ્યું છે, 'એવું લાગે છે કે સરકારે હજી સુધી આ વીડિયો પર ધ્યાન આપ્યું નથી'. ઘણાએ એમ પણ લખ્યું છે કે જો સરકારને ખબર પડી જશે, તો તેમના પર એટલો બધો ટેક્સ લાદવામાં આવશે કે તેઓ પૈસા વગરના થઈ જશે'. તે જ સમયે, ઘણા યુઝર્સ છે જેમની આંખો આ વીડિયો જોઈને ખુલ્લી ગઈ હતી.
આ પણ વાંચો ----- Live Streaming માં ક્રિએટરનું મોત, ચેલેન્જ પૂરી કરતા જીવન હાર્યું


