Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SON OF SARDAAR 2 ના ઇવેન્ટમાં ભાષા વિવાદ અંગે સવાલ પુછાતા અજય દેવગણે કહ્યું, 'આતા માજી સટકલી'

SON OF SARDAAR 2 : ઉદિત નારાયણે કહ્યું કે, "મહારાષ્ટ્ર મારી કર્મભૂમિ છે, મરાઠી ભાષા મહત્વપૂર્ણ છે. દરેક ભાષાને સમાન સન્માન મળવું જોઈએ
son of sardaar 2 ના ઇવેન્ટમાં ભાષા વિવાદ અંગે સવાલ પુછાતા અજય દેવગણે કહ્યું   આતા માજી સટકલી
Advertisement
  • બોલીવુડની નવી ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં મરાઠી-હિન્દી ભાષા વિવાદનો સવાલ પુછ્યો
  • અજય દેવગણે ફિલ્મી સ્ટાઇલમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો
  • ઇવેન્ટમાં હાજર તમામે સૌહાર્દપૂર્ણ વાતાવરણ અંગેનો મત સ્પષ્ટ કર્યો

SON OF SARDAAR 2 : તાજેતરમાં એક્ટર અજય દેવગણ AJAY DEVGAN) ની આગામી ફિલ્મ 'સન ઓફ સરદાર 2' (SON OF SARDAAR 2) ના ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આના લોન્ચ ઇવેન્ટમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમને મરાઠી-હિન્દી ભાષા વિવાદ અંગે પુછવામાં આવ્યું હતું. જેના જવાબમાં અજયે વધુ કંઈ કહ્યું નહીં, પરંતુ 'સિંઘમ' ના પ્રખ્યાત સંવાદ 'આતા માઝી સટકલી' સાથે પ્રતિક્રિયા આપી હતી. જેને લોકોએ હળવાશથી લેતા હાસ્યનું મોતું ફેરવાયું હતું. ટ્રેલર જોઇને દર્શકોનું કહેવું છે કે, ફિલ્મ પેટ પકડીને હસાવશે.

દરેક ભાષા મહત્વપૂર્ણ છે

આ લોન્ચ ઇવેન્ટમાં ઘણી હસ્તીઓએ ભાષાકીય વિવિધતાને સમર્થન આપ્યું છે. ગાયક ઉદિત નારાયણે કહ્યું કે, "મહારાષ્ટ્ર મારી કર્મભૂમિ છે, તેથી મરાઠી ભાષા મહત્વપૂર્ણ છે. પરંતુ ભારતમાં દરેક ભાષાને સમાન સન્માન મળવું જોઈએ." અનૂપ જલોટાએ કહ્યું કે, "દરેક ભાષા મહત્વપૂર્ણ છે. હું મરાઠીમાં પણ ગાઉં છું. હિન્દી આપણી માતૃભાષા છે, પરંતુ અન્ય ભાષાઓ શીખવી દરેક માટે સારી છે."

Advertisement

મરાઠી લોકો, આપણા હિમાચલી લોકોની જેમ ખૂબ જ મીઠા અને સરળ છે

ઉદિત નારાયણ પહેલા કંગના રનૌતે પણ આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. કંગનાએ કહ્યું, "મહારાષ્ટ્રના લોકો, ખાસ કરીને મરાઠી લોકો, આપણા હિમાચલી લોકોની જેમ ખૂબ જ મીઠા અને સરળ છે. કેટલાક લોકો રાજકારણમાં આવવા અને રાજકીય લાભ મેળવવા માટે સનસનાટી ફેલાવે છે, પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે બધા એક જ દેશનો ભાગ છીએ."

Advertisement

ભારતમાં લોકો કામ માટે અલગ અલગ રાજ્યોમાંથી આવે છે

'CID' ફેમ અભિનેતા ઋષિકેશ પાંડેએ કહ્યું કે, "મરાઠી મહારાષ્ટ્રનું ગૌરવ છે, જેમ કે ગુજરાતમાં ગુજરાતી અથવા બંગાળમાં બંગાળી. સ્થાનિક ભાષાનો આદર કરવો સારું છે. પરંતુ, ભારતમાં લોકો કામ માટે અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. દરેક માટે તાત્કાલિક નવી ભાષા શીખવી સરળ નથી." આ તકે અભિનેતા ઝૈન દુર્રાનીએ કહ્યું, "ભારતમાં ઘણી ભાષાઓ અને સંસ્કૃતિઓ છે. મારું માનવું છે કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ તેની ભાષાનો આદર કરવો મહત્વપૂર્ણ છે. આ આદર ફક્ત દેખાડો માટે નહીં, પરંતુ ત્યાંની સંસ્કૃતિ અપનાવવા અને આપણી સંસ્કૃતિ શેર કરવા માટે હોવો જોઈએ."

આદેશ જારી થયા પછી વિપક્ષ ગુસ્સે ભરાયો અને તેની ટીકા કરી

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી વિવાદ દિવસેને દિવસે ગરમ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં હિન્દી શીખવવા અંગેનો આદેશ જારી કર્યા પછી આ વિવાદ શરૂ થયો હતો. વાસ્તવમાં મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જારી કર્યો હતો કે, ધોરણ 1થી ધોરણ 5 સુધી હિન્દીનો અભ્યાસ ફરજિયાત રહેશે. આ આદેશ જારી થયા પછી વિપક્ષ ગુસ્સે ભરાયો અને તેની ટીકા કરી. આ દરમિયાન રાજ્ય સરકારે હિન્દી અંગે જારી કરાયેલો સરકારી આદેશ પાછો ખેંચી લીધો હતો. ત્યાર બાદ આ વિવાદને વકરાવે તેવી ઘટનાઓ સામે આવી હતી. જેના વીડિયો વાયરલ થતા કરોડો લોકો સુધી પહોંચ્યા હતા

આ પણ વાંચો ---- તારક મહેતા સીરીયલની ભૂતનીએ પોપટલાલનું જ પોપટ કરી નાખ્યું, જાણો કેવી રીતે

Tags :
Advertisement

.

×