દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું, નાદીન ડી ક્લાર્કની વિસ્ફોટક બેટિંગ
- WomenWorldCup: દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ભારતને ત્રણ વિકેટે હરાવ્યું
- ડી ક્લાર્કએ અણનમ 84 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને આફ્રિકાને મેચ જીતાડી
- આફ્રિકાએ સાત વિકેટ ગુમાવીને 48.5 ઓવરમાં જ મેચ જીતી લીધી
વિશાખાપટ્ટનમમાં ગુરુવારે રમાયેલા મહિલા વર્લ્ડ કપના એક રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ભારતને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ડી ક્લાર્કએ અણનમ 84 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને આફ્રિકાને મેચ જીતાડી હતી. ભારતીય મહિલા ટીમે પહેલા બેટિંગ કરતા યુવા વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષની શાનદાર 94 રનની ઇનિંગ્સની મદદથી 49.5 ઓવરમાં 251 રન બનાવ્યા હતા. રિચા ઘોષે મુશ્કેલ પરિસ્થિતિમાં ઇનિંગ્સને સંભાળી હતી અને સ્નેહ રાણા (33 રન) સાથે 88 રનની મહત્વની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકા માટે ટ્રાયને ત્રણ વિકેટ ઝડપી હતી.
South Africa win the match by 3 wickets.#TeamIndia fought hard and will look to bounce back in the next match 👍
Scorecard ▶️ https://t.co/G5LkyPuC6v#WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/78VvDF1g2I
— BCCI Women (@BCCIWomen) October 9, 2025
WomenWorldCup: દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ભારતને ત્રણ વિકેટે હરાવ્યું
252 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી, પરંતુ કેપ્ટન લૌરા વોલ્વાર્ટ અને મિડલ ઓર્ડરની મજબૂત બેટિંગે બાજી પલટી નાખી. લૌરા વોલ્વાર્ટે મજબૂત 70 રન બનાવ્યા, જ્યારે નાદીન ડી ક્લાર્કએ અણનમ 84 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ટીમને 48.5 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને મેચ જીતી હતી.
WomenWorldCup: દક્ષિણ આફ્રિકાની ક્લાર્કની દમદાર ઇનિંગ્સ
ભારતીય બોલરોએ મેચમાં જબરદસ્ત લડત આપી. ભારત તરફથી ક્રાંતિ ગૌડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી, જ્યારે અમનજોત કૌર, શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ મેળવી. જોકે, ડી ક્લાર્કની દમદાર ઇનિંગ્સ સામે ભારતીય બોલિંગ આખરે ટકી શકી નહીં.આ જીત સાથે, આફ્રિકન ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ. દરમિયાન, ભારતીય ટીમ ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
નોંધનીય છે કે પ્રથમ બેટિંગ કરતા, ભારતીય મહિલા ટીમે રિચા ઘોષની 94 રનની ઇનિંગની મદદથી 49.5 ઓવરમાં 10 વિકેટે 251 રન બનાવ્યા. જવાબમાં, દક્ષિણ આફ્રિકાએ 48.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 252 રન બનાવીને મેચ જીતી લીધી. તેમના તરફથી કેપ્ટન લૌરા વોલ્વાર્ડટે 70 અને નાદીન ડી ક્લાર્કે અણનમ 84 રન બનાવ્યા. ભારત તરફથી ક્રાંતિ ગૌર અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી, જ્યારે અમનજોત કૌર, શ્રી ચારણી અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી.
આ પણ વાંચો: Women's World Cup : ક્રિકેટર સ્મૃતિ મંધાનાની તેંડુલકરના ક્લબમાં એન્ટ્રી, 28 વર્ષનો રેકોર્ડ તુટ્યો


