Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

South Korea ના રાષ્ટ્રપતિની ઓફિસમાં પોલીસના દરોડા, મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી...

South Korea માં માર્શલ લો લગાવવા પર બબાલ યથાવત રાષ્ટ્રપતિ યુન સુક-યોલની ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા આ મામલો દેશની સુરક્ષા અને વહીવટી તંત્ર સાથે સંબંધિત દક્ષિણ કોરિયા (South Korea)ની પોલીસે રાષ્ટ્રપતિની ઓફિસ પર દરોડા પાડ્યા છે. રાષ્ટ્રપતિ યુન...
south korea ના રાષ્ટ્રપતિની ઓફિસમાં પોલીસના દરોડા  મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી
Advertisement
  1. South Korea માં માર્શલ લો લગાવવા પર બબાલ યથાવત
  2. રાષ્ટ્રપતિ યુન સુક-યોલની ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા
  3. આ મામલો દેશની સુરક્ષા અને વહીવટી તંત્ર સાથે સંબંધિત

દક્ષિણ કોરિયા (South Korea)ની પોલીસે રાષ્ટ્રપતિની ઓફિસ પર દરોડા પાડ્યા છે. રાષ્ટ્રપતિ યુન સુક-યોલ સામે ચાલી રહેલી ગુનાહિત તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. લશ્કરી કાયદો લાદવાના સંબંધમાં રાષ્ટ્રપતિ પર બળવોનો આરોપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓની માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ સુનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને ન તો તેમની પૂછપરછ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે રાષ્ટ્રપતિ કાર્યાલય, નેશનલ પોલીસ એજન્સી, સિયોલ મેટ્રોપોલિટન પોલીસ એજન્સી અને નેશનલ એસેમ્બલી સિક્યુરિટી સર્વિસ વિરુદ્ધ ગુનાહિત તપાસ કેસમાં કાર્યવાહી કરી છે. માહિતી શેર કરતી વખતે તપાસ ટીમે કહ્યું છે કે, આ મામલો દેશની સુરક્ષા અને વહીવટી તંત્ર સાથે સંબંધિત છે અને તેની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : દિલ્હી જ નહીં આ દેશના શહેરની હવામાં પણ પ્રદૂષણનો જોવા મળ્યો કહેર!

South Korea માં શું થયું?

રાષ્ટ્રપતિ યુન સુક-યોલે 3 ડિસેમ્બરે દેશમાં 'ઇમરજન્સી માર્શલ લો' લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે વિપક્ષ પર સંસદ પર વર્ચસ્વ જમાવવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓથી સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો. કલાકો પછી, સંસદે ઘોષણાને રદબાતલ કરવા માટે મતદાન કર્યું, જેમાં નેશનલ એસેમ્બલીના સ્પીકર વૂ વોન શિકે ઘોષણા કરી કે ધારાશાસ્ત્રીઓ "લોકો સાથે મળીને લોકશાહીની રક્ષા કરશે."

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ‘Joy Bangla’ નહીં હોય રાષ્ટ્રીય સ્લોગન

Tags :
Advertisement

.

×