Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

KEDARNATH TEMPLE - ETAWAH : તીર્થ પુરોહિત દ્વારા અખિલેશ યાદવના ઘરે વિરોધની ચિમકી

KEDARNATH TEMPLE - ETAWAH : ઉત્તરાખંડની ધામી સરકારે ચાર ધામના નામોના દુરુપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો
kedarnath temple   etawah   તીર્થ પુરોહિત દ્વારા અખિલેશ યાદવના ઘરે વિરોધની ચિમકી
Advertisement
  • તાજેતરમાં અખિલેશ યાદવે મંદિરના નિર્માણનો એક વીડિયો શેર કર્યો હતો
  • આ મંદિર તેમના ક્ષેત્ર ઇટાવામાં બની રહ્યું છે, જે કેદારનાથ મંદિરને મળતું આવે છે
  • તીર્થ પૂરોહિત દ્વારા આ મામલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે

KEDARNATH TEMPLE - ETAWAH : થોડા દિવસો પહેલા જ યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (AKHILESH YADAV) ઇટાવા (ETAWAH) માં બની રહેલા કેદારનાથ ધામ મંદિરનો (KEDARNATH TEMPLE - ETAWAH) એક વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર શેર કર્યો હતો. વીડિયોમાં નિર્માણાધીન કેદારનાથ મંદિર દેખાય છે. ઉપરાંત, ગર્જનાનો જોરદાર અવાજ પણ સંભળાઇ રહ્યો છે. અખિલેશે વીડિયો શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેના પર ઉત્તરાખંડના પૂજારીઓએ વિરોધ શરૂ કર્યો છે. પુજારીઓએ આરોપ લગાવ્યો છે કે, સપા નેતા અખિલેશના આશ્રય હેઠળ ઇટાવામાં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે. આ ભક્તોની શ્રદ્ધા સાથે રમત જેવું છે. પુજારીઓના વિરોધની સાથે ઉત્તરાખંડ કેબિનેટનો નિર્ણય પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે મુશ્કેલી સમાન સાબિત થઈ શકે છે.

અખિલેશ સામે કાર્યવાહી થઈ શકે છે

દિલ્હીના બુરાડીમાં કેદારનાથ નામના વિવાદ બાદ ઉત્તરાખંડની ધામી સરકારે ગયા વર્ષે 18 જુલાઈના રોજ કેબિનેટમાં એક ઠરાવ પસાર કર્યો હતો. આ બેઠકમાં ચાર ધામ (યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ) ના નામોના દુરુપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ આ ધાર્મિક સ્થળોના નામ અને સ્વરૂપની નકલ કરીને મંદિર બનાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

પુજારીઓની ચેતવણી, અખિલેશ યાદવના ઘરે ધરણા કરશે

બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કેદારનાથ-બદ્રીનાથ હિમાલયના ખોળામાં સ્થિત છે. આ ભક્તો માટે શ્રદ્ધાના મુખ્ય કેન્દ્રો છે. બીજે ક્યાંય પણ આવું મંદિર બનાવવું એ ઓછી માનસિકતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, કાનૂની અભિપ્રાય લીધા પછી અમે રાજ્ય સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરીશું. આચાર્ય સંતોષ ત્રિવેદીએ કહ્યું કે, જો ઇટાવામાં કેદારનાથના નામે બની રહેલા મંદિરનું બાંધકામ બંધ નહીં થાય તો તીર્થ પુરોહિત સમાજને અખિલેશ યાદવના ઘર પર વિરોધ પ્રદર્શન કરવા માટે મજબૂર કરવામાં આવશે. ચાર ધામ તીર્થ પુરોહિત મહાપંચાયતના ઉપપ્રમુખ સંતોષ ત્રિવેદીએ કહ્યું કે, આ શ્રદ્ધાનું અપમાન છે.

Advertisement

બે વર્ષ પહેલા દિલ્હીમાં થયો હતો વિવાદ

ભક્તોને કેદારનાથમાં ખૂબ શ્રદ્ધા છે. આવી સ્થિતિમાં લોકો તેનો લાભ લેવા અને વિવિધ સ્થળોએ કેદારનાથ મંદિર બનાવવા માંગે છે. ઓગસ્ટ 2024 માં દિલ્હીના બુરાડીમાં એક શિવ મંદિરનું નામ કેદારનાથ ધામ રાખવામાં આવ્યું હતું. તેના પ્રવેશદ્વાર પર જય શ્રી કેદાર લખેલું હતું. જેનાથી હંગામો મચી ગયો હતો. ત્યારબાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ આ મામલે દિલ્હીના સીએમ સાથે વાત કરી હતી. ત્યારબાદ આ મંદિરનું નામ શ્રી કેદાર મંદિર, દિલ્હી રાખવામાં આવ્યું હતું. મતલબ કે, પહેલા નામમાંથી ધામ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને દિલ્હી ઉમેરવામાં આવ્યું હતું.

આ મંદિર ચાર વર્ષથી બની રહ્યું છે

ઇટાવામાં સફારી પાર્કની સામે કેદારેશ્વર મહાદેવ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2021 માં કરવામાં આવ્યો હતો. સપા સુપ્રીમો અખિલેશ ઉત્તરાખંડમાં બનાવેલા મંદિર જેવું જ એક મંદિર બનાવી રહ્યા છે. દક્ષિણ ભારતના ઇજનેરો અને આર્કિટેક્ટ્સની એક ટીમ તેના બાંધકામમાં સામેલ છે. મંદિરનો અંદાજિત ખર્ચ 40 થી 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો --- ED Raid: ડરીશું નહી કે ઝૂકીશું પણ નહી, પુત્રની ધરપકડ મુદ્દે બોલ્યા ભૂપેશ બઘેલ

Tags :
Advertisement

.

×