હવે, રનવે ઉપર દોડશે Spaceplane, વર્ષ 2025 માં પ્રથમ ઉડાન ભરશે
Spaceplane Dream Chaser : અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. તેના અંતર્ગત જે રીતે વિમાન રનવે ઉપર દોડે છે. તેવી જ રીતે આગામી દિવસોમાં Spaceplane પણ ઉડાન ભરશે. જોકે આ Spaceplane વર્ષ 2025 માં આ રીતે ઉડાન ભરતું આપણને જોવા મળશે. ખાનગી સ્પેસ કંપની Sierra Space દ્વારા આ Spaceplane તૈયાર કરવામાં આવ્યું છે. તો આ Spaceplane ને નાસાને તેના અંતરિક્ષ મિશનોમાં સફળતા મેળવવા માટે મદદ કરશે.
આ Spaceplane એક રીતે futuristic spacecraft
તો Sierra Space ના જણાવ્યા અનુસાર, આ Spaceplane International Space Station માટે એક ઐતિહાસિક મિશન કરશે અને વિશ્વમાં પહેલીવાર રનવે ઉપર પણ ઉડાન ભરશે. ત્યારે આ Spaceplane ની મદદથી અંતરિક્ષમાં મિશન ઉપર ગયેલા જરૂરી સ્પેસક્રાફ્ટને માલ-સામન પહોંચાડવામાં આવશે. ત્યારે આવાનારી પેઢી માટે આ Spaceplane એક રીતે futuristic spacecraft સાબિત થશે.
આ પણ વાંચો: Google Map બન્યો કાળ, વાંચો અરેરાટીભરી ઘટના
- આ Spaceplaneને Dream Chaser નામ આપવામાં આવ્યું છે
- Dream Chaser એ 6 વધારે કાર્ગોને લઈ જઈ શકે છે
- Dream Chaser ની ઉડાન વર્ષ 2025 જોવા મળશે
- Dream Chaser માં 3 થી 7 લોકો બેસી શકે છે
- Dream Chaser ની લંબાઈ 30 ફૂટ છે
Dream Chaser ને બનાવવા માટે જે મિશન તૈયાર કરવામાં આવ્યું છે, તેને SSC Demo-1 નામ આપવામાં આવ્યું છે. જોકે શરૂઆતમાં SSC Demo-1 અંતર્ગત Dream Chaser ને માત્ર માલ-સામાનના પરિવહન માટે તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુના માળખામાં ફેરફાર કરીને તેમાં માનવ બેસીને મુસાફરી કરી શકે, તે રીતે Dream Chaser ને તૈયાર કરવામાં આવ્યું છે. જોકે વિશ્વમાં Dream Chaser એ એકમાત્ર પ્લેન છે, જે રનવે ઉપર ઉડાન ભરશે.
કેપ કેનાવેરલ લોન્ચ સાઇટ પરથી ટેક ઓફ કરવા માટે તૈયાર છે
Dream Chaser ને પ્રથમ પાંખવાળું કોમર્શિયલ Spaceplane છે. તો મલ્ટિ-મિશન Spaceplane ફ્લીટ ક્રૂ અને કાર્ગો લો-અર્થ ઓર્બિટ (LEO) સુધી લઈ જવા માટે રચાયેલ છે. Dream Chaser એ ફ્લોરિડામાં યુએસ સ્પેસ ફોર્સના કેપ કેનાવેરલ લોન્ચ સાઇટ પરથી ટેક ઓફ કરવા માટે તૈયાર છે. પ્રથમ Dream Chaser ને ટેનાસીટી કહેવામાં આવે છે.
આ પણ વાંચો: અંતરિક્ષમાંથી 1,28,000 ફૂટની ઊંચાઈએથી સ્કાઈજંપરે લગાવી છલાંગ, જુઓ વીડિયો