Elon Musk નું સ્ટારશિપ રોકેટ થયું અસફળ, રોકેટને કારાવ્યું સમુદ્રમાં લૈન્ડિંગ
- આ રોકેટ લોન્ચિંગ 19 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું
- વધુ એક Starship નું સાગરમાં સફળ લૈન્ડિંગ કરાવામાં આવશે
- રોકેટના ઉપલા તબક્કાએ મહાસાગરમાં સરળતાથી લૈન્ડિંગ કર્યું
SpaceX Starship Launch : હાલમાં, Elon Musk ની SpaceX કંપનીએ વધુ એક Starship રોકેટનું લોન્ચિંગ કર્યું હતું. જોકે આ Starship રોકેટ લોન્ચિંગ એક પ્રશિક્ષણ તરીકે કરવામાં આવ્યું હતું. તો આ પ્રયોગ સંપૂર્ણ રીતે સફળ રહ્યો નથી, પરંતુ રોક્ટને હિન્દ મહાસાગરમાં સફળ રીતે લૈન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે Starship એ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી અને અદ્યતન રોકેટ લોન્ચર છે. ત્યારે આ Starship ના માધ્યમથી આ રોકેટ લોન્ચિંગ 19 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.
વધુ એક Starshipનું સાગરમાં સફળ લૈન્ડિંગ કરાવામાં આવશે
એક અહેવાલ અનુસાર, 19 નવેમ્બરના રોજ આશરે 400 ફૂટ લાંબા રોકેટને ટેક્સાસમાં આવેલા SpaceX ના સ્ટારબેસમાંથી લોન્ચ કરાયું હતું. ત્યારે રોકેટને વિશાળા બૂસ્ટરને રિકવર માટે મુશ્કેલી આવી હતી. તેમ છતા Starship ના માધ્મયથી તેને હિન્દ મહાસાગરમાં લેન્ડિંગ કરાવ્યું હતું. ત્યારે Elon Musk એ જણાવ્યું હતું કે, વધુ એક Starship નું સાગરમાં સફળ લૈન્ડિંગ કરાવામાં આવશે. જો તે પ્રયોગ સફળ રહ્યો, તો SpaceX પોતાના લોન્ચ ટાવરથી Starship ને લોન્ચ કરવાની કોશિશ કરશે.
આ પણ વાંચો: Nasa ની એક ભૂલથી મંગળ ઉપર માનવજીવન થઈ ખતમ, જાણો કેવી રીતે
રોકેટના ઉપલા તબક્કાએ મહાસાગરમાં સરળતાથી લૈન્ડિંગ કર્યું
જોકે 33 રૈપ્ટર એન્જિનો સાથે સુપર હેવી બૂસ્ટર Starship સ્પેસક્રાફ્ટને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે સંપર્ક વિહોણું થઈ ગતું હતું, અને ધરતી ઉપર પરત ફર્યું હતું. ત્યારે રોકેટને મેક્સિકોની ખાડીમાં સફળતાપૂર્વક અને સરળતાથી સ્પ્લેશડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બૂસ્ટર રિકવરિમાં આંચકો લાગ્યા છતાં રોકેટના ઉપલા તબક્કાએ મહાસાગરમાં સરળતાથી લૈન્ડિંગ કર્યું. આ ઈવેન્ટને લાઈવ જોવા માટે Elon Musk ની સાથે અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. જોકે SpaceX ની Starship રોકેટ સિસ્ટમ અત્યાર સુધીની સૌથ અદ્યતન છે. તેની ઊંચાઈ આશરે 397 ફૂટ છે. તેને ઈન્ટરપ્લેનેટરી મિશન માટે તૈયાર કરાવમાં આવ્યું છે.
આ પણ વાંચો: 80 કલાક સુધી કામ કરી શકે તેવા કર્મચારીઓની અમેરિકાના રાષ્ટ્રપતિને જરૂર