SpiceJet ના વિમાનનું ટાયર ટેકઓફ દરમિયાન રનવે પર પડી ગયું, મુંબઈમાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ,મોટી દુર્ધટના ટળી
- SpiceJet ના વિમાનનું ટાયર ટેકઓફ થયા બાદ રનવે પર પડી ગયું
- SpiceJet વિમાનમાં 78 મુસાફરો કરી રહ્યા હતા મુસાફરી,તમામનો બચાવ
- SpiceJet 2.39 વાગ્યે કંડલા એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભરી
ગુજરાતના કંડલાથી મુંબઈ આવી રહેલા સ્પાઈસજેટના Q400 વિમાનનું બહારનું ટાયર ટેકઓફ કર્યા બાદ તરત જ રનવે પર પડી ગયું. મુંબઈમાં લેન્ડિંગ કરતી વખતે, પાયલટે ઇમરજન્સી જાહેર કરી હતી, જોકે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. સ્પાઈસજેટનું બોમ્બાર્ડિયર DHC8-400 વિમાન, જેનો ફ્લાઇટ નંબર SG-2906 હતો, શુક્રવારે બપોરે 2.39 વાગ્યે કંડલા એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભરી. ટેકઓફ કર્યા પછી તરત જ, ટાવર કંટ્રોલરે રનવે પર વિમાનમાંથી એક મોટી કાળી વસ્તુ પડતી જોઈ. જ્યારે નિરીક્ષણ ટીમે જઈને જોયું તો વિમાનનું વ્હીલ પડી ગયું હતું.
SpiceJet ના વિમાનની મોટી દુર્ધટના ટળી
નોંધનીય છે કે ટેકનિકલ ખામીની જાણકારી મળતાં જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) પર સાવચેતીના ભાગરૂપે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી. પાયલટે કટોકટીની સ્થિતિ જાહેર કરી, અને બપોરે 3:51 વાગ્યે વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે ઉતર્યું. આ બોમ્બાર્ડિયર DHC8-400 વિમાનમાં ક્રૂ સહિત લગભગ 78 મુસાફરો હતા, અને બધા સુરક્ષિત રહ્યા. ઉતરાણ બાદ એરપોર્ટ પર હવે સામાન્ય સ્થિતિ પ્રસ્થાપિત થઇ છે.
SpiceJet flight from Kandla to Mumbai loses wheel after take-off, lands safely
Read @ANI Story | https://t.co/IJJI0SekrN#SpiceJet #Kandla #Mumbai pic.twitter.com/dwtWdFFujV
— ANI Digital (@ani_digital) September 12, 2025
SpiceJet ના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઇ
ઉલ્લેખનીય છે કે બોમ્બાર્ડિયર DHC8-400 માં ટ્રાઇસિકલ લેન્ડિંગ ગિયર સિસ્ટમ છે, જેમાં નોઝ ગિયર પર બે પૈડા અને દરેક મુખ્ય લેન્ડિંગ ગિયર પર બે મુખ્ય પૈડા હોય છે.સ્પાઇસજેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસજેટ Q૪૦૦ વિમાનનું એક બાહ્ય વ્હીલ ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈની મુસાફરી ચાલુ રાખી અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. લેન્ડિંગ પછી, વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સામાન્ય રીતે ઉતરી ગયા..
આ અગાઉ 29 ઓગસ્ટ, 2025ના રોજ, સ્પાઈસજેટની દિલ્હી-શ્રીનગર ફ્લાઈટ (SG-385)ને શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી ઉતરાણ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં કેબિન પ્રેશર ચેતવણી મળી હતી, જેના કારણે કેપ્ટને શ્રીનગર એટીસી પાસેથી પ્રાથમિકતા ઉતરાણની પરવાનગી માંગી. આ ફ્લાઈટમાં 4 બાળકો અને 7 ક્રૂ સભ્યો સહિત 205 મુસાફરો હતા, અને કોઈએ તબીબી સહાયની વિનંતી કરી ન હતી.
આ પણ વાંચો: પંજાબના AAPના MLAએ Manjinder Singh Lalpura ને ઉસ્માન કેસમાં 4 વર્ષની જેલની સજા


