Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જામનગરમાં મૂશળધાર વરસાદ પડતા ખેલૈયાઓ ભારે નિરાશા,પાર્ટી પ્લોટમાં ભરાયા પાણી

નવરાત્રિના ઉત્સવ વચ્ચે જામનગર માં ઢળતી સાંજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ પડવાથી ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી
જામનગરમાં મૂશળધાર વરસાદ પડતા ખેલૈયાઓ ભારે નિરાશા પાર્ટી પ્લોટમાં ભરાયા પાણી
Advertisement
  • જામનગર માં ઢળતી સાંજે જોરદાર ઝાપટું
  • ધોધમાર વરસાદને પગલે વાહનચાલકો પરેશાન
  • તમામ ગરબીઓના ગ્રાઉન્ડમાં કીચડ જોવા મળ્યો

નવરાત્રિના ઉત્સવ વચ્ચે જામનગરમાં ઢળતી સાંજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ પડવાથી ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. આ વરસાદના લીધે શહેરના પાર્ટી પ્લોટમાં કિચડ જોવા મળી રહ્યું છે. નવરાત્રિ પર્વ ચાલતો હોવાથી ખેલૈયાઓ સાથે પાર્ટી પ્લોટના આયોજકમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર માં ભારે વરસાદથી  વાહનચાલકો અટવાયા 

નોંધનીય છે કે જામનગરમાં અચાનક વરસાદ પડવાથી શહેરમાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો અટવાયા હતા.શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ વરસાદની સૌથી મોટી અસર નવરાત્રિના આયોજન પર જોવા મળી છે. શહેરમાં ઠેર ઠેર તૈયાર કરવામાં આવેલા ગરબીઓના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા અને કિચડ જોવા મળી રહ્યું હતું. આને કારણે ગરબાના ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે, કારણ કે ગ્રાઉન્ડ સુકાશે નહીં તો ગરબાનું આયોજન કરવું મુશ્કેલ બનશે.

Advertisement

જામનગર માં વરસાદ પડતા ખેલૈયાઓમાં ભારે નિરાશા

ઉલ્લેખનીય છે કે આ એકાએક આવેલા વરસાદે આયોજકોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને ખેલૈયાઓમાં પણ નિરાશા પ્રસરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે, જે નવરાત્રિના ઉત્સાહને ખરાબ કરી શકે છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વરસાદ શિયાળુ પાક માટે ફાયદાકારક સાબિત થશે.વરસાદ બંધ થયા બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવી પડી હતી.

Advertisement

આ પણ વાંચો : Vaibhav Manwani case : સાયકો કિલરે ભાગવાનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કર્યો, જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો

Tags :
Advertisement

.

×