ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભુજની સંસ્કાર કોલેજ બહાર વિદ્યાર્થીને માર્યા છરીના ઘા : BCA યુવતી અને મિત્ર ઈજાગ્રસ્ત, આરોપી ફરાર

ભુજની સંસ્કાર કોલેજ બહાર ચાકુબાજી : યુવતી અને મિત્ર પર હુમલો, આરોપી ફરાર
11:12 PM Aug 28, 2025 IST | Mujahid Tunvar
ભુજની સંસ્કાર કોલેજ બહાર ચાકુબાજી : યુવતી અને મિત્ર પર હુમલો, આરોપી ફરાર

ભુજ : કચ્છના ભુજમાં સ્થિત સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ આઈટી (SMIT) ખાતે ગોઝારી ઘટના સામે આવી છે. એક યુવકે BCAમાં અભ્યાસ કરતી યુવતી પર છરી વડે હુમલો કર્યો અને તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ છરીના ઘા ઝીંક્યા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં યુવતીની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે. આરોપી યુવક હુમલો કર્યા બાદ પોતાની બાઇક અને છરી ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો છે.

ઘટના ભુજના હિલ ગાર્ડન એરપોર્ટ રિંગ-રોડ પર આવેલી સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ આઈટી ખાતે બની હતી. મળતી માહિતી મુજબ, આરોપી યુવકે BCAની યુવતી પર અચાનક છરી વડે હુમલો કર્યો. યુવતીને બચાવવા માટે તેનો મિત્ર વચ્ચે પડ્યો પરંતુ આરોપીએ તેના પર પણ છરીના ઘા ઝીંક્યા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં યુવતીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- અમદાવાદ DEOનું સેવન્થ ડે સ્કૂલને અલ્ટિમેટમ : આવતીકાલ સવારે 11 વાગ્યા સુધીનો સમય

છરીના ઘા મારીને આરોપી ફરાર

હુમલા બાદ આરોપી યુવક ઘટનાસ્થળે પોતાની બાઇક અને છરી મૂકીને ફરાર થઈ ગયો હતો. ભુજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળ પરથી બાઇક અને છરી કબજે કરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ હુમલાના હેતુ અને આરોપીની ઓળખ મેળવવા માટે તપાસ કરી રહી છે.

આ ઘટના કચ્છમાં ચાકુબાજીની તાજેતરની ઘટનાઓની શ્રેણીનો ભાગ છે. અગાઉ ભુજની વી.ડી. હાઇસ્કૂલમાં એક ધોરણ 10ના વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી અને તેના મિત્રો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આવી ઘટનાઓથી શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે.

સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ આઈટી (SMIT) ભુજમાં 2008માં સ્થપાયેલી એક જાણીતી શૈક્ષણિક સંસ્થા છે, જે AICTE માન્ય અને KSKV કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ સંસ્થા BBA, BCA અને B.Com જેવા અભ્યાસક્રમો ઓફર કરે છે. આ ઘટનાએ સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો- Ahmedabad: સેમિકન્ડક્ટર ક્ષેત્રે સર્વોપરિતાની દિશામાં ભારતનું પ્રથમ પગલું

Tags :
#BCAYouth#BhujKnifeSword#GKGeneralHospital#KutchCrime#SanskarInstitutePoliceInvestigationStudentSafety
Next Article