Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TamilNadu : અભિનેતા Vijay ની રેલીમાં ભાગદોડ : બાળકો સહિત 29 લોકોના મોત

તમિલનાડુમાં અભિનેતા Vijay ની રેલીમાં ભાગદોડમાં બાળકો સહિત 29 લોકોના મોત થતાં હડકંપ મચ્યો છે
tamilnadu   અભિનેતા vijay ની રેલીમાં ભાગદોડ   બાળકો સહિત 29 લોકોના મોત
Advertisement

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની ( Vijay ) રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી. તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ.એ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અકસ્માતમાં 29 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

Advertisement

ટીવીકે (તમિલાગા વેટ્ટી કઝગમ- TVK)ના વડા અને અભિનેતા વિજયની રેલી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડ એટલી બધી વધી ગઈ હતી કે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. અભિનેતામાંથી રાજકારણી બનેલા ભીડને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો બેહોશ થઈ ગયા હતા, જેના કારણે તેમને તેમનું ભાષણ અટકાવવા અને રેલી છોડીને જવાની ફરજ પડી હતી.

Advertisement

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ એટલી મોટી થઈ ગઈ હતી કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અચાનક ત્યાં હાજર લોકો અને કાર્યકરો બેહોશ થવા લાગ્યા હતા. અભિનેતા વિજયે પોતાનું ભાષણ બંધ કર્યું અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે પોતાના પક્ષના કાર્યકરોને જરૂરિયાતમંદોને મદદ કરવા અને તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો- Bharuch : નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાં 3 કરોડનું કૌભાંડ, 17 ડિરેક્ટરો બરતરફ, કસ્ટોડિયનની નિમણૂક

Tags :
Advertisement

.

×