ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Starlink: ભારતમાં સિમ કાર્ડ વગર ચાલશે ઈન્ટરનેટ..!

ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા થશે શરૂ ટુંકસમયમાં સીમ કાર્ડ વગર શરૂ થશે ઇન્ટરનેટ સેવા 15મી ડિસેમ્બર સુધીમાં આખરી ઓપ અપાશે   Starlink:TRAI એ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા (Satellite Internet Service)શરૂ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. તાજેતરમાં, ટેલિકોમ રેગ્યુલેટરે...
05:17 PM Nov 18, 2024 IST | Hiren Dave
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા થશે શરૂ ટુંકસમયમાં સીમ કાર્ડ વગર શરૂ થશે ઇન્ટરનેટ સેવા 15મી ડિસેમ્બર સુધીમાં આખરી ઓપ અપાશે   Starlink:TRAI એ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા (Satellite Internet Service)શરૂ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. તાજેતરમાં, ટેલિકોમ રેગ્યુલેટરે...
Satellite Internet Service

 

Starlink:TRAI એ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા (Satellite Internet Service)શરૂ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. તાજેતરમાં, ટેલિકોમ રેગ્યુલેટરે ઉદ્યોગના હિતધારકોને સ્પેક્ટ્રમ ફાળવણી, કિંમત વગેરેની પ્રક્રિયા માટે સૂચનો આપવા જણાવ્યું હતું. હવે રેગ્યુલેટરે 15 ડિસેમ્બર સુધીમાં સ્પેક્ટ્રમ ફાળવણી સંબંધિત ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા જણાવ્યું છે. આ પછી, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) આ સૂચનોની સમીક્ષા કરશે. સ્પેક્ટ્રમ ફાળવણી અથવા હરાજી અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારના આ પગલા બાદ ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ શરૂ થઈ શકે છે.

15મી ડિસેમ્બર સુધીમાં આખરી ઓપ અપાશે

મળતી માહિતી અનુસાર ટ્રાઈ હાલમાં સ્પેક્ટ્રમ ફાળવણીને લઈને ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. તેને 15 ડિસેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.ત્યારબાદ કન્સલ્ટેશન પેપર અંગે ઓપન હાઉસ ચર્ચા કરવામાં આવશે.ટ્રાઈએ ગયા અઠવાડિયે સેટેલાઇટ કમ્યુનિકેશનના નિયમો અને શરતો પર ઓપન હાઉસ ચર્ચા યોજી હતી, જેમાં સ્પેક્ટ્રમ સોંપવાના નિયમોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -ISRO એલોન મસ્કની કંપની સાથે GSAT-N2 લોન્ચ કરશે, 99 % સફળતાની ખાતરી...

Jio અને Airtel એ ઉઠાવ્યા સવાલો

ગયા અઠવાડિયે TRAI દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી અંગે યોજાયેલી ચર્ચામાં ખાનગી ટેલિકોમ ઓપરેટર્સ Jio અને Airtel એ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે મોબાઈલ નેટવર્ક સ્પેક્ટ્રમની જેમ તેની પણ હરાજી દ્વારા ફાળવણી થવી જોઈએ. જોકે, ટેલિકોમ ઓપરેટરોનું કહેવું છે કે તેઓ સ્પર્ધાને લઈને ચિંતિત નથી. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયોએ સેટેલાઇટ સ્પેક્ટ્રમની ફાળવણી અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની કાનૂની સલાહ પણ લીધી છે, જેથી ટેરેસ્ટ્રીયલ ટેલિકોમ સ્પેક્ટ્રમની જેમ લેવલ પ્લેઇંગ ફિલ્ડ પણ બની શકે. જોકે, ટેલિકોમ રેગ્યુલેટર અને DoT એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે સ્પેક્ટ્રમની ફાળવણી માત્ર વહીવટી સ્તરે જ કરવામાં આવશે. Jio અને Airtel ઉપરાંત, Elon Muskની Starlink અને Amazon Project Quiperએ પણ ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ માટે દાવ લગાવ્યો છે. આ બંને કંપનીઓએ વહીવટી નેટવર્ક ફાળવણીની હિમાયત કરી છે.

આ પણ  વાંચો -નવી Dezire ના બેઝ મોડલમાં જ તમને મળશે 13 શાનદાર Features! જાણો સંપૂર્ણ માહિતી

સ્ટારલિંકે તૈયારીઓ કરી

સ્ટારલિંકે (Starlink)ઓક્ટોબર 2022માં જ ભારતમાં સેટેલાઇટ સેવા શરૂ કરવા માટે અરજી કરી હતી. કંપનીએ તેની વેબસાઈટ પર ઈન્ટરનેટ સેવાની કિંમત પણ સૂચિબદ્ધ કરી છે. જોકે, સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા નેટવર્ક ફાળવણી બાદ જ શરૂ થઇ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતમાં સેટેલાઇટ સંચાર શરૂ કરવા માટે અનુપાલન પૂર્ણ કરવા માટે તૈયાર છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ થયા બાદ મોબાઇલ નેટવર્ક વગર પણ કોલિંગ અને ઇન્ટરનેટ ડેટા એક્સેસ કરી શકાશે.

Tags :
AirtelAmazonDepartment of TelecomDOTelon muskJioProject KuiperSatellite CommunicationSatellite InternetSatellite Internet ServiceSatellite Spectrum AllocationSpectrum AllocationStarlinkTRAI
Next Article