Historic Decision : રાજ્ય સરકારે ખેડૂતો માટે પિયત-બિનપિયતના નિયમોને નેવે મૂક્યા- પ્રતિ હેક્ટરે 22 હજાર રૂપિયાની સહાય
- Historic Decision : કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુન: બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ
- પિયત અને બિનપિયત પાકો માટે એકસમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય
- તાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોની વિપદાની વેળાએ માતબર સહાય પેકેજથી પડખે ઊભી રહી
- 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5100 ટીમોએ હાથ ધર્યો
ગાંધીનગર : રાજ્ય સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક (Historic Decision) નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કિસાન હિતકારી અભિગમથી સતત આગળ ધપાવી રહ્યા છે.
આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને આ નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ ઉદારતમ સહાયથી અપનાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આમ પિયત અને બિનપિયતના નિયમને પણ નજર અંદાજ કરી દેવામાં આવ્યો છે.
Press Conference: દરેક ખેડૂતને મળશે કેટલી સહાય? ઐતિહાસિક રાહત પેકેજ પર કૃષિ મંત્રીની મોટી જાહેરાત@CMOGuj @sanghaviharsh @jitu_vaghani @HMOIndiahttps://t.co/JGm23RLJte
— Gujarat First (@GujaratFirst) November 7, 2025
રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.
કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત
રાજ્ય સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું@CMOGuj @Bhupendrapbjp @jitu_vaghani @sanghaviharsh @HMOIndia #CM #BhupendraPatel #GujaratNews #ReliefPackage #KhedutSahay #FarmersRelief #UnseasonalRain #AgricultureUpdate… pic.twitter.com/ePccUsAzDa— Gujarat First (@GujaratFirst) November 7, 2025
આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24X7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી.
આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીને પૂરી પાડી હતી.
આ રાહત પેકેજમાં SDRF (Gujarat State Disaster Management Authority) તરફથી 6429 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે, તો 3386 કરોડ રૂપિયા રાજ્ય સરકારે સહાય કરી છે. ઉલ્લેખનિય છે કે, રાહત પેકેજ માટે SDRF આટલી મોટી રકમ ફાળવી શકે તેમ નહોવાથી રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટું મન રાખીને સહાયમાં પોતાના તરફથી વધારાના ફંડની ફાળવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી પોતે પણ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, અર્જુનભાઈ મોઢવાડિયા તથા રમણભાઈ સોલંકી સાથે બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, નાણા સચિવ આરતી કંવર, મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલું આ ઉદારતમ સહાય પેકેજ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઝડપભેર બેઠા થઈને પૂર્વવત થવામાં મદદરૂપ નીવડશે.
ઉલ્લેખનિય છે કે, આટલા વર્ષોમાં આટલી ઝડપી રાહત પેકેજ ક્યારેય કોઈ સરકારે જાહેર કર્યો નથી. કમોસમી વરસાદથી થયેલા નુકશાનની માહિતી મેળવવાથી લઈને રાહત પેકેજ આપવા સુધીની તમામ તૈયારીઓ પાછળ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી-કૃષિમંત્રી સહિત અનેક મંત્રીઓ કામે લાગી ગયા હતા. યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરીના ખેડૂતો માટે ઐતિહાસિક સહાય પેકેજ તૈયાર કરવામાં સફળતા મળી છે.
"અન્નદાતાઓના હિત માટે સંવેદનશીલ સરકાર સદાય પ્રતિબદ્ધ"
ખેડૂતોની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. pic.twitter.com/oN01BK4KWs
— Jitu Vaghani (@jitu_vaghani) November 7, 2025
આમ રાહત પેકેજની ઈનસાઈડ સ્ટોરી તેવી છે કે, સરકાર અને સરકારના મંત્રીઓ પાછલા ત્રણ-ચાર દિવસથી પોતાના તમામ કામો છોડીને ખેડૂતોને સહાય પેકેજની તૈયારીમાં લાગ્યા હતા. સ્વભાવિક છે કે, આ રાહત પેકેજને તૈયાર કરવા માટે તેમણે રાત-દિવસ એક કર્યા છે. તેથી પાછલા ત્રણ ચાર દિવસથી ન તો તેમણે સારી રીતે ઉંઘ લીધી છે, ન તો તેઓ ભરપેટ એક ઠેકાણે બેસીને જમ્યા છે ન તો તેઓ પોતાના પરિવાર સાથે સમય કાઢ્યો છે.
આ પેકેજ તૈયાર કરવામાં મંત્રીઓની સાથે-સાથે સરકારી અધિકારીઓએ પણ દોડ-ધામ કરી છે. તેઓ સર્વે કરનારી હજારો લોકોની ટીમ સાથે ચોવીસ કલાક સંવાદ સાંધીને કામગીરીને આગળ વધારતા હતા. ડેટા એકત્ર કરીને તેને સારી રીતે સ્ટોર કરવાની સાથે-સાથે ગણતરીમાં લેવાનું કામ તેઓ કરતાં હતા. ટૂંક જ સમયમાં ગુજરાત આખાને કવર કરવાનું કામ સરળ નહતું. તે છતાં પણ આ અઘરા કામને રાજ્ય સરકારના મંત્રીઓ અને સરકારી અધિકારીઓએ ભેગા મળીને પૂર્ણ કર્યું છે.


