Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cannabis Farming in Gujarat : સ્ટેટ મોનિટરિંગ સેલને બોટાદ જિલ્લામાંથી ગાંજાનું ખેતર મળ્યું, 99 લાખનો ગાંજો જપ્ત

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાંજાના વાવેતરના સંખ્યાબંધ કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં રાજ્યની મોટી યુનિવર્સિટીઓના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે બે ખેતરમાં કરાયેલા ગાંજાના વાવેતરને શોધી કાઢી 99 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.
cannabis farming in gujarat   સ્ટેટ મોનિટરિંગ સેલને બોટાદ જિલ્લામાંથી ગાંજાનું ખેતર મળ્યું  99 લાખનો ગાંજો જપ્ત
Advertisement

ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી સરકારની મંજૂરી મેળવીને કરી શકાય છે. જો કે, ગુજરાતમાં ગાંજાની ખેતી (Cannabis Farming in Gujarat) કરવી ગેરકાયદેસર છે. ગાંજાનું વાવેતર મળી આવે તો ગુજરાત પોલીસ NDPS Act હેઠળ ગુનો નોંધી કાર્યવાહી પણ કરે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાંજાના વાવેતરના સંખ્યાબંધ કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. રાજ્યની મોટી યુનિવર્સિટીઓના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે બે ખેતરમાં કરાયેલા ગાંજાના વાવેતર (Cannabis Farming) ને શોધી કાઢી 99 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

26 વર્ષ અગાઉ Cannabis Farming નો પ્રથમ કેસ નોંધાયો હતો

ગુજરાત રાજ્યમાં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયો હતો. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર (Cannabis Farming at Gujarat University) થયું હોવાના એક સમાચાર સાંધ્ય દૈનિકમાં વર્ષ 1999માં પ્રકાશિત થયા હતા. આ સમાચારના પગલે સીઆઈડી ક્રાઈમ એનડીપીએસ સેલે (CID Crime NDPS Cell) યુનિવર્સિટી કેમ્પસમાં તપાસ હાથ ધરી ગાંજાના છોડ કબજે લઈ પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડે પોતાના માટે ગાંજાના છોડ ઉગાડ્યા હોવાની કબૂલાત કરી હતી. ઑગસ્ટ-2023માં પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ ઉપરાંત એપ્રિલ-2023માં રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ (Marijuana Plants at Marwadi University) મળી આવતા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.

Advertisement

Cannabis Farming કેવી રીતે છુપાવાય છે ?

ગુજરાતમાં ગાંજાની ખેતી (Cannabis Cultivation in Gujarat) છેલ્લાં કેટલાંય વર્ષોથી થઈ રહી છે. ગત ડિસેમ્બર મહિનામાં દાહોદ જિલ્લા પોલીસે ડ્રોનની મદદથી ગાંજાની મસમોટી ખેતી ઝડપી પાડી (Dahod Police Bust Marijuana Cultivation) 216 છોડ કબજે લઈ આરોપીની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાંથી ગાંજાની ખેતી પકડી 1.45 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પાટણ જિલ્લા પોલીસે છ વર્ષ અગાઉ એરંડાના પાકની આડમાં મોટાપાયે કરાયેલી ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી 500 કિલો છોડ (કિંમત 70.42 લાખ) કબજે લઈ ખેડૂતની ધરપકડ કરી હતી. અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં ભાડે રાખેલા વૈભવી ફલેટમાં થતી હાઈપ્રૉફાઈલ ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી સરખેજ પોલીસ બે વર્ષ અગાઉ ઝારખંડના બે યુવક અને એક યુવતીની ધરપકડ કરી ચૂકી છે. ગુજરાતભરમાં આવા તો અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

Advertisement

SMC પોલીસ સ્ટેશનમાં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ નોંધાયો

સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન (State Monitoring Cell Police Station) માં એમડી ડ્રગ્સ, કૉકેઈન, આર્મ્સ એક્ટ અને ગુજસીટૉકના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે. એસએમસી પો. સ્ટે.માં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ નોંધાયો છે. એસએમસીના અધિકારીને બાતમી મળી હતી કે, બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે કપાસની ખેતીની આડમાં ગાંજાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે પીઆઈ જી. આર. રબારી (PI G R Rabari) અને પીએસઆઈ આર.બી.વનારે (PSI R B Vanar) ટીમ સાથે સોમવારે રાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બે ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા 198 કિલો વજનના 93 છોડ મળી આવતા તે ફોરેન્સિક અધિકારીની હાજરીમાં કબજે લેવાયા હતા. આ મામલે SMC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અજીતસિંહ બારડ (રહે. નાની વાવડી, બોટાદ) ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ખેતરના ભાગિયા મહાવીરસિંહ પઢીયાર (રહે. નાની વાવડી) અને ધમાભાઈ સોલંકી (રહે. સરગવાળા, તા. ધોળકા, અમદાવાદ) તેમજ ગાંજાના બીજ આપનારા (Cannabis Seeds Suppliers) રતનસિંહ ચાવડા (રહે. સુંદરીયાણા, તા. રાણપુર, બોટાદ) ને ફરાર દર્શાવ્યા છે.

આ પણ વાંચો - સ્થાનિક વિસ્તારમાં ચાલતી ગોલમાલ અને રાજકીય હિલચાલ જાણવા જિલ્લા એસપીએ Spy Project શરૂ કર્યો, જાસૂસ સીધા SP ના સંપર્કમાં

Tags :
Advertisement

.

×