સાર્વત્રિક વરસાદના લીધે રાજ્યના જળાશયો અને ડેમો છલકાયા, જાણો શું છે ડેમોની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.કયાંક મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને તોફાની વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.. સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે....
Advertisement
ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.કયાંક મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને તોફાની વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.. સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે. ડેમોમાં પાણીની આવક વધી છો. તો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે. 24 કલાકમાં સવા 12 ઈંચ વરસાદથી નવસારીમાં જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.

સુરતમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી
ત્યારે બીજી તરફ સુરત સહીત જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જે રીતે ઉપર વાસમાં વરસાદ વરસી રહ્યો છે તે રીતે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો, ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ છે. ગઈકાલે સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક 54, 946 કયુસેક તથા જાવક 600 કયુસેક તેમજ ડેમની સપાટી 320 ફૂટ પરપહોંચી છે.
નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો
નર્મદા બંધમાં હાલ પાણીની આવક 1,85,484 ક્યુસેક થઇ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સરેરાશ આવકને કારણે ડેમના જળ સ્તરમાં 61 સેમી નો વધારો નોંધાયો છે . ગઇ કાલે સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.86 મીટરે નોંધાઈ હતી,અને આજે આ નર્મદા ડેમ ની સપાટી 128.11 મીટરે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 61 સે.મી. નો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા બંધ માં ઉપરવાસમાં થી એટલેકે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માંથી પાણીની આવક સતત ચાલુ જ છે એટલે નર્મદા બંધમાં પાણીની અવાક થતી રહેશે અને જેને કારણે તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે. હાલ નર્મદા બંધના ઇજનેરો ડેમ ની જળસપાટી પર નજર લગાવી બેઠા છે

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો એવો ભાદર - 1 ડેમ ઓવરફલો
રાજકોટમાં વરસાદની શરૂતા થતાંજ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો એવો ભાદર - 1 ડેમ ઓવરફલો થયો છે. સીઝનમાં સૌપ્રથમ વાર આ ડેમ ઓવરફલો થતાં હવે 29 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહત્વનુક હે કે નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજકોટના ધોરાજીનો ભાદર-2 ડેમ ફરી ઓવરફલો થયો છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફલો થયા છે. પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. ભાદર – 1 ડેમનું પાણી છોડાતા ભાદર નદી ગાંડી તૂર બની છે. જેતપુર,ગોંડલ,જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે.

ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ બાદ મોજ ડેમ માંથી છોડવામાં આવ્યું છે પાણી ઉપલેટા પંથકમાં સિંચાઇ અને પીવા માટે પાણી પુરુ પાડતા મોજ ડેમ 12 દરવાજા ખોલવામાં આવ્યા અને મોજ ડેમ 14200 ક્યુસેક પાણી ની આવક અને જાવક થઈ છે છલકાઇ ગયો છે. ડેમમાં પાણીની આવક જણાતા ક્રિમ મોજ ડેમના 1ર દરવાજા પાંચ ફુટ ખોલતા મોજ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.



