Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી મુદ્દે હવે કથાકાર રમેશભાઈ ઓઝાનો આક્રોશ

સંત શિરોમણી જલારામ બાપા મુદ્દેનાં વિધાનનો વિવાદ હજુ શાંત થતો નથી. જે મામલે કથાકાર રમેશભાઈ ઓઝાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈના પણ ઈષ્ય દેવને નીચા ન દેખાડવા જોઈએ.
ahmedabad  જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી મુદ્દે હવે કથાકાર રમેશભાઈ ઓઝાનો આક્રોશ
Advertisement
  • મોરારિ બાપુ બાદ કથાકાર રમેશભાઈ ઓઝાનો આક્રોશ
  • ભાવનગરના બાવળિયારીમાં ભાગવત કથા દરમિયાન નિવેદન
  • આવી ઘટનાઓ વારંવાર રિપીટ થાય છેઃ ભાઈશ્રી

થોડા સમય પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંત દ્વારા સંત શિરોમણી જલારામ બાપા મુદ્દે કરેલ નિવેદનનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. તેમજ ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો હતો. આ સમગ્ર મામલે મોરારિ બાપુ બાદ કથાકાર રમેશભાઈ ઓઝામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, કોઈના પણ ઈષ્ટદેવને નીચા ન દેખાડવા જોઈએ. તેમજ આવી ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે. પોતાના ઈષ્ટને મહાન ગણે બરાબર પણ કોઈને નીચા ન બતાવે. તેમજ જલારામબાપાની ભક્તિ અને અન્નક્ષેત્રનું કાર્ય સ્મરણીય છે.

Advertisement

સનાતન ધર્મ માં બધાજ સંપ્રદાયો સાથે રહે તેવો મારો અનુરોધ છે

Advertisement

ભાવનગરનાં થોરીયાળીમાં ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા આક્રમક્ર બન્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં બધા જ સંપ્રદાયો સાથે રહે તેવો મારો અનુરોધ છે. તેમજ આ મુદ્દો પુરો થઈ ગયો છે. હું બહાર હતો. એટલે આ યાદ કર્યું. તેમજ કોઈ પોતાનાં ઈષ્ટને મહાન સમજે એ બરાબર પણ કોઈને નીચા ન બતાવે. તેમજ જણાવ્યું હતું.

વધુ વાંચોઃ પ્રજા-સરકારને મૂર્ખ બનાવવા Ahmedabad Police એ ગુનેગારોને કાયદાથી નહીં દંડાથી માર્યા

મોરારિ બાપુએ શું કહ્યું હતું

મોરારિ બાપુએ આ મામલે કહ્યું હતું કે, સનાતન ધર્મ ઉપર ખૂબ જ પ્રહારો થઈ રહ્યા છે. તેમજ આપણા દેવી દેવતાઓ પર પર અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તેમજ આપણા ગ્રંથો પર પણ પ્રહાર થઈ રહ્યા છે. તેમજ સંત શિરોમણી જલારામબાપા પરિવાર સાથે મારે ચાર પેઢીનો સબંધ છે. જલારામબાપાને પણ નીચા દેખાડવા મામલે પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે બેફામ નિવેદનબાજી પર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જલારામબાપા પર ટિપ્પણી કરવા બદલ જ્ઞાન સ્વામીએ વીરપુર જઈને માફી માંગવી પડે.

Tags :
Advertisement

.

×