Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સેક્સ દરમિયાન આ પ્રકારના રોગ STI Infection ને આમંત્રણ આપે છે

આંખનો ચેપ પણ STI નો સંકેત હોઈ શકે છે STI ની બીમારીમાં ગળામાં દુખાવો થઈ શકે છે અસામાન્ય ફેરફાર પણ જાતીય ચેપનો સંકેત હોઈ શકે છે STI Infection Symptoms : Sexually transmitted infection નું નિદાન કરવું મુશ્કેલ છે. કારણ...
સેક્સ દરમિયાન આ પ્રકારના રોગ sti infection ને આમંત્રણ આપે છે
Advertisement
  • આંખનો ચેપ પણ STI નો સંકેત હોઈ શકે છે
  • STI ની બીમારીમાં ગળામાં દુખાવો થઈ શકે છે
  • અસામાન્ય ફેરફાર પણ જાતીય ચેપનો સંકેત હોઈ શકે છે

STI Infection Symptoms : Sexually transmitted infection નું નિદાન કરવું મુશ્કેલ છે. કારણ કે તેના લક્ષણો અલગ-અલગ હોય છે. Sexually transmitted infection એ સેક્સ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ રોગમાં અલગ-અલગ લક્ષણો જોવા મળે છે. જોકે ઘણીવાર લોકો આ લક્ષણોને અન્ય કોઈ સમસ્યા સાથે જોડે છે. પરંતુ વાસ્તવિક ધોરણે તે STI ના લક્ષણો હોય છે.

STI ની બીમારીમાં ગળામાં દુખાવો થઈ શકે છે

એક અહેવાલ અનુસાર, STI ના ચિહ્નોને વહેલી તકે જાણી લેવું જોઈએ. કારણ કે... સમય જતા તેના કારણે શારીરિક સમસ્યાઓ મોતના દરવાજા સુધી તમને ખેંચી શકે છે. Sexually transmitted infection ની બીમારીમાં ગળામાં દુખાવો થઈ શકે છે. તો જ્યારે ગળામાં દુખાવાનું સામાન્ય દવાઓથી નિદાન નથી મળતું, ત્યારે તે Sexually transmitted infection ની નિશાની હોઈ શકે છે. તે ઉપરાંત ગળામાં લાલશ અને ઘસારો થવો પણ Sexually transmitted infection ને આવકારે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: પીઠદર્દના આ લક્ષણો આમંત્રણ આપે છે Spine Cancer, જાણો કારણ

આંખનો ચેપ પણ STI નો સંકેત હોઈ શકે છે

આંખનો ચેપ પણ STI નો સંકેત હોઈ શકે છે. કારણે કે... સેક્સ કર્યા પછી જો તમને આંખોમાં બળતરા, સતત પાણી આવવું અને ખંજવાળ થવા લાગે છે, તો Sexually transmitted infection ના સંકેતો છે. ત્યારે વહેલી તકે તમારે તબીબની મુલાકાત લેવી જોઈએ. તે ઉપરાંત જો તમે પૂરતો આરામ, ઊંઘ અને પુષ્કળ પૌષ્ટિક ખોરાક લીધા પછી પણ બિનજરૂરી રીતે થાક અને નબળાઈ અનુભવો છો, તો STI ટેસ્ટ કરાવવો જોઈએ.

અસામાન્ય ફેરફાર પણ જાતીય ચેપનો સંકેત હોઈ શકે છે

પ્રજનન અંગોમાં દુખાવો અને સોજો પણ STI ની નિશાની હોઈ શકે છે. તેની સાથે ક્લેમીડિયા અને ગોનોરિયા, અનિયમિત રક્તસ્રાવ, માસિક સ્રાવ દરમિયાન વધુ પડતો દુખાવો અથવા પીરિયડ પેટર્નમાં અસામાન્ય ફેરફાર પણ જાતીય ચેપનો સંકેત હોઈ શકે છે. આ ફેરફારો ઘણીવાર તણાવ અથવા હોર્મોનલ અસંતુલન જેવા પરિબળો સાથે જોડાયેલા હોય છે.

આ પણ વાંચો: 10 દિવસમાં 50 હજારથી પણ ઓછી કિંમતમાં રાજસ્થાનના 8 શહેર ફરી શકશો

Tags :
Advertisement

.

×