ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Market Recovery : શેરબજારમાં મજબૂત રિકવરી સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં મજબૂત રિકવરી સાથે બંધ  સેન્સેક્સ 992 પોઈન્ટનો ઉછાળો  નિફ્ટી 314 પોઈન્ટના વધારો Market Recovery:સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મજબૂત રિકવરી(Market Recovery) જોવા મળી હતી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની જંગી જીતે (matka result)આ રિકવરીને નવી ઊંચાઈ આપી. સોમવારે...
04:42 PM Nov 25, 2024 IST | Hiren Dave
શેરબજારમાં મજબૂત રિકવરી સાથે બંધ  સેન્સેક્સ 992 પોઈન્ટનો ઉછાળો  નિફ્ટી 314 પોઈન્ટના વધારો Market Recovery:સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મજબૂત રિકવરી(Market Recovery) જોવા મળી હતી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની જંગી જીતે (matka result)આ રિકવરીને નવી ઊંચાઈ આપી. સોમવારે...
Stock market closes

Market Recovery:સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મજબૂત રિકવરી(Market Recovery) જોવા મળી હતી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની જંગી જીતે (matka result)આ રિકવરીને નવી ઊંચાઈ આપી. સોમવારે BSE સેન્સેક્સ 992.74 પોઈન્ટના વધારા સાથે 80,109.85 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 314.65 પોઈન્ટના વધારા સાથે 24,221.90 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના ઉછાળામાં બજારમાં લિસ્ટેડ મોટાભાગની કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે પણ બજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું. શુક્રવારે BSE સેન્સેક્સ 1961.32 પોઈન્ટના વધારા સાથે 79,117.11 પોઈન્ટ અને નિફ્ટી 50 પણ 557.35 પોઈન્ટના વધારા સાથે 23,907.25 પોઈન્ટ પર બંધ થયો હતો.

લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં મજબૂત વધારો

સોમવારે, BSEની 30 કંપનીઓમાંથી 24 કંપનીઓના શેર ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની 6 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50માં 50માંથી 43 કંપનીઓના શેર ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 7 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ માટે આજે લાર્સન એન્ડ ટુબ્રોના શેર 4.14 ટકાના મહત્તમ વધારા સાથે અને JSW સ્ટીલના શેર મહત્તમ 2.31 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ પણ  વાંચો-Share Market : સેન્સેક્સ 78 હજારને પાર, માર્કેટ તોફાની તેજી સાથે બંધ

આ શેર્સમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર આજે 3.55 ટકા, અદાણી પોર્ટ્સ 2.33 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.99 ટકા, પાવરગ્રીડ 1.93 ટકા, ICICI બેન્ક 1.89 ટકા, HDFC બેન્ક 1.88 ટકા, TCS 1.70 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.66 ટકા, હિંદુ બેન્ક 1.66 ટકા, Axis 34 ટકા. યુનિલિવર 1.27 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 1.01 ટકા, NTPC 0.83 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.81 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

આ પણ  વાંચો-BSE Sensex માં 600 પોઈન્ટનો ઉછાળો, અદાણીના શેર હજું પણ લાલ

આ કંપનીઓના શેર નુકસાનમાં બંધ થયા છે

આ સિવાય ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, આઈટીસી, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, ટાઈટન અને બજાજ ફાઈનાન્સના શેર પણ ઊંચા ભાવે બંધ થયા હતા. બીજી તરફ ટેક મહિન્દ્રાના શેર 0.84 ટકા, ઇન્ફોસિસ 0.40 ટકા, મારુતિ સુઝુકી 0.32 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.28 ટકા અને એચસીએલ ટેકના શેર 0.12 ટકા ઘટીને બંધ થયા છે.

Tags :
BSEmarket-closingNiftyNifty 50NSESensexSensex-Nifty closesshare-marketStock MarketStock market closeswith strong recovery
Next Article