Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock market down : ટ્રંપના ટેરિફના કારણે બજારમાં હાહાકાર, સેન્સેક્સ આટલા પોઈન્ટ તૂટયો

Stock market down : ભારત પર ટેરિફ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજાર ઘટાડા (Stock market down)સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ (sensex)308.47 પોઈન્ટ ઘટીને 80,710.25 પર બંધ થયો. તેવી જ રીતે, નિફ્ટી 50 (Nifty 50)પણ 73.20...
stock market down   ટ્રંપના ટેરિફના કારણે બજારમાં હાહાકાર  સેન્સેક્સ આટલા પોઈન્ટ તૂટયો
Advertisement

Stock market down : ભારત પર ટેરિફ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજાર ઘટાડા (Stock market down)સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ (sensex)308.47 પોઈન્ટ ઘટીને 80,710.25 પર બંધ થયો. તેવી જ રીતે, નિફ્ટી 50 (Nifty 50)પણ 73.20 પોઈન્ટ ઘટીને 24,649.55 પર બંધ થયો. આજના સત્રમાં, ઓટો સિવાયના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે વ્યાપક બજારમાં પણ 0.8 ટકા સુધીનો ઘટાડો થયો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, લગભગ 1708 શેર વધ્યા, 2184 શેર ઘટ્યા અને 143 શેર યથાવત રહ્યા.

ટ્રમ્પે આપી છે ધમકી

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણ ભારતમાંથી આવતા માલ પર ટેરિફમાં ભારે વધારો કરવામાં આવશે. જ્યારે ભારતે કહ્યું હતું કે તે તેના હિતોનું રક્ષણ કરવા માટે પગલાં લેશે. તો બીજી તરફ બજારના રોકાણકારો 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક પર પણ નજર રાખી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો વધુ ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. જ્યારે અન્ય લોકો માને છે કે સમિતિ ફુગાવાના અનુમાનને વધુ ઘટાડશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -શેરબજારમાં તેજી સાથે બંધ,. સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો

રૂપિયો વધુ નબળો પડ્યો (Stock market down)

મંગળવારે રૂપિયો 16 પૈસા ઘટીને ૮૭.૮૨ (કામચલાઉ) પર બંધ થયો. ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વેપાર સોદા અંગે અનિશ્ચિતતા સ્થાનિક બજારના સેન્ટિમેન્ટ પર અસર કરતી હોવાથી રૂપિયો વધુ ઘટવાની શક્યતા છે. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, સ્થાનિક ચલણ ડોલર સામે ૮૭.૯૫ પર ખુલ્યું અને દિવસના વેપાર દરમિયાન યુએસ ચલણ સામે ૮૭.૭૫ ની ઊંચી સપાટીને સ્પર્શ્યું.

આ પણ  વાંચો -LIC Scheme : LICમાં મહિલાઓને દર મહિને 7000 રૂપિયા મળશે, જાણો યોજનાની વિગતો

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

વોલ સ્ટ્રીટમાં વધારા પછી એશિયન બજારો વધ્યા. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.43 ટકા, ઓસ્ટ્રેલિયાનો ASX 200 1.14 ટકા, મેઇનલેન્ડ ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.33 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ 0.29 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.49 ટકા વધ્યો.યુએસ બજારો વધારા સાથે બંધ થયા. રોકાણકારોએ નવીનતમ કોર્પોરેટ કમાણીના ડેટા પર નજર રાખી. ટ્રેડિંગ બંધ થતાં, ડાઉ જોન્સ 1.34 ટકા, S&P 500 1.47 ટકા અને Nasdaq 1.95 ટકા વધ્યો.

Tags :
Advertisement

.

×