સ્ટોક માર્કેટમાં હાહાકાર, 28 વર્ષ પહેલા શેર બજાર આ જ રીતે ધડામ થઇને પછડાયું હતું
- શેરબજારમાં ભારે હાહાકાર જોવા મળી રહ્યો છે
- 1 દિવસમાં 4 લાખ કરોડ રૂપિયાનું થયું નુકસાન
- શેરબજાર હવે ડેન્જર જોનમાં પ્રવેશી ચુક્યું છે
નવી દિલ્હી : શેરબજારમાં ગત્ત 5 મહિનાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડાઓને જોતા સેંસેંક્સ 5 મહિનામાં 4 મહિના નેગેટિવ રહ્યું અને નવેમ્બરના મહિનામાં પોઝિટિવ જોવા મળ્યું છે. જ્યારે નિફ્ટીમાં ઓક્ટોબર મહિનાથી જાન્યુઆરી સુધી ઘટાડા સાથે બંધ થયું અને ફેબ્રુઆરીનો મહિનો પણ નેગેટિવ રિટર્ન આપતો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં હાહાકાર જોવા મળી રહ્યો છે
શેરબજારમાં હાહાકાર મચેલો છે. જેનું કારણ પણ છે કે, ફેબ્રુઆરી સતત 5 મો એવો મહિનો છે જે નેગેટિવ નોટ પર ખતમ થવા જઇ રહ્યું છે. અત્યાર સુધીમાં નિફ્ટમાં 4 ટકા કરતા વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સેંસેક્સમાં 3.93 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરથી માંડીને હજી સુધી શેર બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને બજારની માહિતી એક ડેંજર જોનની જેમ જોવા મળી રહ્યા છે. અત્યારથી લગભગ 28 વર્ષ પહેલા શેરબજારમાં કંઇક આવી જ સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી સતત 5 મહિના તુટી ગઇ હતી. ગત્ત ત્રણ દશક કરતા વધારે સમય સુધીની વાત કરીએ તો બે વખત આવું જોવા મળી ચુક્યું છે.
આ પણ વાંચો : Bangladesh ફરી હિંસા ભડકી, કોક્સ બજાર એરબેઝ પર તોફાનીઓએ ...
એક જ દિવસમાં 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
જો વાત કરીએ આજે એટલે કે 24 ફેબ્રુઆરી, 2025 ના શેર બજારમાં 1 ટકા કરતા વધારે ઘટાડો જોવા મળ્યો. આંકડાઓ અનુસાર સેંસેક્સમાં 850 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 240 પોઇન્ટ કરતા વધારે ઘટાડા સાથે બંધ થયું છે. ખાસ વાત છે કે, રોકાણકારોને ને માત્ર આજના જ દિવસે 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન જોવા મળ્યું છે. તમને આંકડાની ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો આખરે શેર બજાર કઇ રીતે ડેંજર જોનમાં જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : GUJCET 2025: એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર


