Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Opening : આજે માર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 160 પોઈન્ટનો ઉછાળો

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીનઝોન (Green Zone) માં ખુલ્યું. કારોબારની શરુઆતમાં જ સેન્સેક્સમાં 160 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 24,999 પર શરુ થયો હતો.
stock market opening   આજે માર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યું  સેન્સેક્સમાં 160 પોઈન્ટનો ઉછાળો
Advertisement
  • BSE પર સેન્સેક્સ 160 પોઈન્ટના વધારા સાથે 81,918.53 પર ખુલ્યો હતો
  • NSE પર નિફ્ટી 0.12 ટકાના વધારા સાથે 24,999.00 પર શરુ થયો હતો
  • આજે માર્કેટ ગ્રીનઝોનમાં ખુલતા સવારથી જ ખરીદીનો માહોલ જોવા મળ્યો

Stock Market Opening : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીનઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ (Sensex) 160 પોઈન્ટના વધારા સાથે 81,918.53 પર જ્યારે NSE પર નિફ્ટી (Nifty) 0.12 ટકાના વધારા સાથે 24,999.00 પર શરુ થયો હતો. આજે પ્રથમ દિવસે જ માર્કેટ ગ્રીનઝોનમાં ખુલતા રોકાણકારોએ ખરીદી શરુ કરી દીધી છે. માર્કેટ એક્સપર્ટ્સના મતે આજે દિવસ દરમિયાન ખરીદીનો માહોલ જોવા મળશે. આજે ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, ICICI બેંક, JSW સ્ટીલ, IDFC ફર્સ્ટ બેંક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, IRCON ઇન્ટરનેશનલ, સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સ, એન્થેમ બાયોસાયન્સ અને સ્પનવેબ નોનવોવનના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.

શુક્રવારે માર્કેટની સ્થિતિ

ગત કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજાર રેડઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 501 પોઈન્ટના ઘટાડા સાથે 81,757.73 પર બંધ થયો હતો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.57 ટકાના ઘટાડા સાથે 24, 986.40 પર બંધ થયો હતો. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન, વિપ્રો, ટાટા સ્ટીલ, ઓએનજીસી, ઈન્ડસઇન્ડ બેંક અને ઈન્ફોસિસના શેર નિફ્ટીમાં ટોપગેનર્સની યાદીમાં સામેલ થયા હતા. જ્યારે એક્સિસ બેંક, શ્રીરામ ફાયનાન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સના શેર ટોપલૂઝર્સની યાદીમાં સામેલ થયા હતા.

Advertisement

આ પણ વાંચોઃ RICH INDIANS ને આકર્ષવા ગ્લોબલ ઇમિગ્રેશન કંપનીઓના ધામા, રોકાણ માટે અપાય છે મોટી ઓફર

Advertisement

રીઝનલ ઈન્ડેક્સ

શુક્રવારે શેરબજારમાં મીડિયા સિવાય અન્ય તમામ રીઝનલ ઈન્ડેક્સ રેડઝોનમાં બંધ થયા હતા. ફાર્મા, પીએસયુ બેંકો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ 0.5-1 ટકા ઘટ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 0.5 ટકા ઘટ્યા હતા. શુક્રવારે મેટલ સિવાયના તમામ મુખ્ય ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો હતો. એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક સહિત નાણાકીય ક્ષેત્રોમાં સૌથી વધુ અસર થઈ, જેના કારણે નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો થયો. ઓટો, એફએમસીજી, ફાર્મા અને નાણાકીય સેવાઓ ક્ષેત્રો પણ ઘટાડામાં હતા.

આ પણ વાંચોઃ 5 દિવસમાં ₹13,000 કરોડની કમાણી: રિલાયન્સ-TCSને પાછળ છોડી SBIએ બતાવ્યો દમ

Tags :
Advertisement

.

×