Stock Market : આજે આ 5 શેરોમાં આવી શકે છે ઉછાળો, ખાસ નજર રાખજો
Stock Market : અંતિમ સપ્તાહમાં શેર બજાર (Stock Market) ઉછાળા સાથે બંધ થયું હતું. ડોલર સામે રૂપિયાની મજબુતી, મજબુત વૈશ્વિક સંકેત અને વિદેશી રોકાણકારોની ખરીદીએ બુસ્ટર ડોઝનું કામ કર્યું છે. આજે 21, એપ્રિલે માર્કેટ ઉંચુ જાય તેવી પ્રબળ શક્યતાઓ છે (Bullish Share Market) . આ વચ્ચે કેટલીક કંપનીના શેરમાં ઉછાળો આવી શકે છે. જેને લઇને મોટી ખબર સામે આવી રહી છે. જેથી તેના પર ખાસ નજર રાખવી જરૂરી છે.
HDFC બેંક
એચડીએફસી બેંકને તાજેતરમાં વર્ષી ચોથા ત્રિમાસિક પરિણામો સામે રોકાણકારોને ડિવિડન્ડની ભેંટ આપી છે. બેંકે એક્સચેન્જમાં ફાઇલ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, તે 2024 - 25 માટે શેરધારકોને પ્રતિ ઇક્વિટિ શેર 22 ટકા ડિવિડન્ડ આપશે. આ ડિવિડન્ડ મંજુરીને આધીન રહેશે. બેંકનો શેર 17 એપ્રિલે રૂ. 1,905.80 પર બંધ રહ્યો હતો. આ વર્ષમાં શેર 6.90 ટકા મજબુત થયો છે.
BHEL
ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ લિમિટેડ માટે વર્ષ 2024 - 25 શાનદાર રહ્યું છે. કંપનીએ લગભગ રૂ. 27,350 કરોડની કમાણી કરી છે. જે પાછલા વર્ષની સરખામણીએ 19 ટકા વધુ છે. આ વર્ષમાં ભેલનો ઓર્ડર ઇન્ફ્લો રૂ. 92,534 કરોડ સુધી પહોંચી ગયો છે. જે કંપનીની મજબુતી દર્શાવે છે. જો કે, કંપનીએ કુલ રૂ. 1,95,922 કરોડના ઓર્ડર બુક કર્યા છે. ભેલના શેર આ સમયે રૂ. 227 માં મળી રહ્યા છે. આ વર્ષે શેર 2.67 ટકા જેટલા સસ્તા થયા છે.
ITC Ltd
એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની ITC Ltd એ ભારતની બેબી કેર બ્રાન્ડ મધર્સ સ્પર્શમાં પોતાની બિસ્સેદારી વધારીને 49. 3 ટકા કરી લીધી છે. તે માટે ITC Ltd એ વધુ રૂ. 81 કરોડનું રોકાણ કર્યું છે. આગામી સમયમાં કંપની પોતાની બાકીની હિસ્સેદારી ખરીદવાની પણ યોજના બનાવી રહી છે. કંપનીને શેર રૂ. 427 ના ભાવે મળી રહ્યો છે. ITC Ltd નો શેર આ વર્ષે 11.77 ટકા નીચે આવી ગયો છે.
VEDANTA
જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની VEDANTA કંપનીને ઓડિશા હાઇકોર્ટથી મોટી રાહત મળી છે. અદાલતે ઓડિશા રાજ્યના પ્રદુષણ બોર્ડ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા રૂ. 71.16 કરોડના દંડ પર રોક લગાવી દીધી છે. પ્રદુષણ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર - 24 અને 10, એપ્રિલ -25 ના રોજ વેદાંતાને પત્ર લખીને ફ્લાઇ એશના નિકાલમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. જેની માટે કંપનીને રૂ. 71.16 કરોડનો દંડ ભરપાઇ કરવા જણાવાયું હતું. વેદાંતા કંપનીનો શેર રૂ. 399.80 માં મળી રહ્યો છે. આ વર્ષે તે 10.05 ટકા નીચે આવ્યો છે.
JUST DIAL Ltd
JUST DIAL Ltd કંપની માટે વર્ષ 2024 ના અંતિમ ત્રિમાસિક પરિણામો સારા રહ્યા છે. કંપનીના નેટ પ્રોફિટ વાર્ષિક આધારે વધીને રૂ. 157.6 કરોડ પહોંચ્યો છે. તે રીતે કંપનીની આવક રૂ. 270.3 કરોડથી વધીને રૂ. 289.2 કરોડ પહોંચી ગઇ છે. EBITDA રૂ. 70.7 કરોડથી વધીને રૂ. 86.1 કરોડ થયું છે. કંપનીનો શેર ઉછાળા સાથે રૂ. 924 પર બંધ રહ્યો હતો. આ વર્ષે કંપનીનો શેર 8.31 ટકા નીચે આવ્યો છે.
આ પણ વાંચો --- Gold Price: સોનાની કિંમતમાં વધારો થવાના 5 મહત્વના અને તાર્કિક કારણો


