Valsad જિલ્લામાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડું, વૃક્ષો ધરાશાઈ-પાકને નુકસાનની ભીતિ
- Valsad માં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી વૃક્ષો ધરાશાઈ, પાકને નુકસાનની ચિંતા
- ધરમપુર-વલસાડ તાલુકામાં વાવાઝોડા અને વરસાદી તોફાન : વીજળી કટ-ખેડૂતો મુશ્કેલીમાં
- કમોસમી વરસાદે વલસાડને ભીંગવ્યું : વાંકલ-ઓજરમાં વાવાઝોડા, ઉભા પાકોને જોખમ
- વલસાડ જિલ્લામાં દિવાળી તહેવાર પહેલાં કમોસમી : વૃક્ષો પડ્યા, વીજળી ડૂલ અને નુકસાનની ભીતિ
Valsad : એક વખત ફરીથી ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા એકાએક પલટાને લઈને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની સ્પીડથી પવન ફૂકાયા હતા. તેથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તો કેટલાક વિસ્તારમાં વિજ વાયરો ઉપર વૃક્ષ પડતાં વિજળી પૂરવઠો બંધ કરવો પડ્યો હતો.
દિવાળીની આ મોસમમાં કમોસમી વરસાદે વલસાડ જિલ્લાને પોતાના કબજામાં લીધી લીધું છે. વલસાડ તાલુકા તેમજ ધરમપુર તાલુકાના અનેક ગામડાઓમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ચાલું થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે, જેના કારણે વૃક્ષો ધરાશાઈ થયા અને વીજળીના તાર પર પડતાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 16થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ સાથે સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ વરસાદને કારણે ઉભા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે, જે ગુજરાતના કૃષિ આધારિત અર્થતંત્રને અસર કરી શકે છે.
આજે વહેલા સવારથી જ વલસાડ તાલુકાના વાંકલ, ઓજર, નવેરા તેમજ આસપાસના ગામોમાં ખુબ જ ઝડપી પવન ફુકાયા હતા. જેની ઝડપ 40 કિમી/કલાકથી વધુ હતી. ભારે પવન અને વરસાદને કારણે અનેક વૃક્ષો પડી ગયા, જેમાંથી કેટલાક વીજળીના તારો પર પડ્યા અને તાત્કાલિક વીજળી કટ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા ગામડાઓમાં પણ આવું જ વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ વરસાદી વાતાવરણને કારણે આ કામમાં મુશ્કેલી પડી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, આવા કમોસમી વરસાદને કારણે પાકોને નુકસાન થઈ શકે છે.
આ વરસાદી વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર બનવાની સંભાવના છે, કારણ કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વલસાડ જિલ્લા, જે કૃષિ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જાણીતો છે, તેમાં આવા અણધાર્યા વરસાદથી મુસાફરી અને વ્યવસાય પર પણ અસર પડી શકે છે.
આ વાવાઝોડાને લઈને સ્થાનિક ખેડૂતે જણાવ્યું કે, બપોર સુધીમાં ભયંકર ગરમી અને બફારો હતો. પરંતુ સાંજ પડતા જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. એકાદ કલાક સુધી કમોસમી વરસાદ સાથે ભયંકર પવન ફુકાયા હતા. આ વાવાઝોડાના કારણે રોડ-રસ્તાઓ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તો ખેતરોમાં ઉભા પાક સૂઈ ગયા છે. જેથી પાકોમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો- Diwali 2025 : અમદાવાદ રેલવેનો ભીડ કંટ્રોલ કરવા મહત્વપૂર્ણ નિર્ણય, પ્લેટફોર્મ ટિકિટ….


