સેવન્થ ડે શાળા છોડવા લાગ્યા વિદ્યાર્થીઓ; વાલીઓએ અન્ય શાળામાં પ્રવેશ માટે શરૂ કરી પૂછપરછ
- અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી ની હત્યાની ઘટના નો મામલો
- મૃતક નયનના વાલી અને પરિવારજનો એ વાલીઓ સાથે મળીને શિક્ષણ વિભાગની કરી રજૂઆત
- શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવા માટે માંગ કરી
- ઘટના સમયે સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થીની મદદ કરવામાં આવી નથી - વાલી
- અમે અમારા બાળકને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા - મૃતકના માતા
- ઘટના સમયે આ પોલીસ કેસ છે તેમ જણાવીને મદદ કરવા આવેલા વાલીઓને ભગાડ્યા હતાં
અમદાવાદના મણીનગર ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની શાળા પરિસર બહાર હત્યા અને સ્કૂલ પ્રશાસન તરફથી બેદરકારીને લઈને હવે શાળા સંચાલકો પરથી વાલીઓનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. 19 ઓગસ્ટ ના રોજ હત્યાની ઘટના સામે આવ્યા બાદ વાલીઓ વિદ્યાર્થીઓમાં ડરનું માહોલ છે જેના કારણે જ અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ અન્ય શાળામાં પ્રવેશ માટે પૂછપરછ શરૂ કરી છે. જે સંદર્ભે અત્યાર સુધી 125 જેટલા વાલીઓએ પોતાના બાળકોને સેવન્થ ડે સ્કૂલમાંથી અન્ય શાળામાં પ્રવેશ મેળવવા માટે કવાયત હાથ ધરી છે.
વાલીઓએ અન્ય શાળાઓમાં શરૂ કરી પૂછપરછ
અત્યારની ઘટના સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ખાસ ચાર અધિકારીઓની ટીમ શાળા પર રાખવામાં આવી છે જેઓ વાલીઓને અન્ય શાળામાં પ્રવેશ લેવો હોય તો માર્ગદર્શન અને મદદ પૂરી પાડી રહ્યા છે. Deo કચેરીના અધિકારીઓ દ્વારા જે વાલીઓને સેવન્થ ડે સ્કૂલમાંથી અને શાળામાં પ્રવેશ લેવો હોય તેમના માટે મધ્યસ્થી કરીને અન્ય શાળામાં પ્રવેશ લેવા માટે ની પ્રક્રિયામાં મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં હજુ પણ 125 થી આંકડો વધે તેવી શક્યતા જોવા મળી રહી છે
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી હત્યા મામલે શાળા પ્રશાસનની સામે હજુ કોઈ નક્કર પગલાં ન લેવાતા વાલીઓ સ્થાનિક લોકો અને વિવિધ સંગઠમોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. સેવન્થના મૃતક નયનના માતા પિતાની સાથે વાલીઓ અને વિવિધ સંગઠનના હોદ્દેદારો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મૃતકના માતા પિતા અને અન્ય વાલીઓની માંગ છે કે શાળા સામે નક્કર અને ઠોસ કાર્યવાહી કરવામાં આવે, એટલે કે શાળાની માન્યતા રદ કરવામાં આવે , શાળાનું નામો નિશાન ન રહેવું જોઈએ.
શાળાની ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત?
ઘટના સમયે સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થીની મદદ કરવામાં નથી આવી. નયનને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા હતાં. ઘટના સમયે આ પોલીસ કેસ છે તેમ જણાવીને મદદ કરવા આવેલા વાલીઓને ભગાડ્યા હતાં. જેથી શાળા દ્વારા જે પણ મદદ કર્યા હોવાનું રટણ રટવામાં આવી રહ્યું છે તે ખોટું સાબિત થઈ રહ્યું છે. ઉપરાંત કેટલાક સંગઠનો અને વાલીઓની એ પણ માંગ છે કે હાલ શાળાનો વહીવટ અને સંચાલન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પોતાના હસ્તગત લઈ લેવો જોઈએ.
બીજી તરફ શાળા દ્વારા એક લીટર મારફતે તેમનો પક્ષ મૂકવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે જો કોઈ વિદ્યાર્થીના વાલી વિરોધ કરશે અથવા તો શાળાની સામે અવાજ ઉઠાવશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને વિદ્યાર્થીને હાંકી કાઢવામાં આવશે જેને લઈને પણ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
સ્કૂલ ની ધમકી બાબતે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી એ પણ હકીકત અંગે તપાસ કરીને કાર્યવાહી માટે આશ્વાસન આપવામાં આવ્યું. આ ઉપરાંત સેવન્થ ડે સ્કૂલના પુણે સ્થિત વડી કચેરીના મેનેજમેન્ટ ના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂમાં Deo કચેરી સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો. પરંતુ તેમાં સંતોષકારક કે યોગ્ય જવાબ ના હોવાના કારણે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હોળી કચેરીને પણ અહીંના સ્થાનિક જવાબદાર લોકો સામે નક્કર કાર્યો એ કરવામાં આવે તેવી સૂચના આપી છે
આ પણ વાંચો- ગુજરાત પ્રવાસે આવશે કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah, અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ


