સુપરસ્ટાર થલાપતિ વિજયે CAA નો કર્યો વિરોધ, કહ્યું - તેના અમલને સ્વીકારી શકાય નહીં
THALAPATHY VIJAY OPPPOSES CAA : ગૃહ મંત્રાલયએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારે આ નિયમો લાગું કરવામાં માટે ચાર વર્ષ રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે તેને અમલમાં મુકી દેવામાં આવ્યું છે. CAA ને લઈને અત્યારે ઘણા નેતાઓ વિરોધ પણ કરી રહ્યાં છે. આ યાદીમાં હવે સુપરસ્ટાર થલાપતિ વિજયનું નામ પણ આગળ આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમત બેનર્જી, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ કર્યો છે. કેરળના સીએમ પિનરાઈ વિજયને સ્પષ્ટ કહ્યું કે, તેઓ આ કાયદાને તેમના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. તે જ સમયે, સપા પ્રમુખ અખિલેશ યાદવથી લઈને કોંગ્રેસના દિગ્વિજય સિંહે તેનો વિરોધ કર્યો હતો. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ CAAનો વિરોધ કરતા ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા.
વધુમાં CAA ના વિરોધ કરનાર નેતાઓની યાદીમાં હવે દક્ષિણ ભારતના અભિનેતા થલાપતિ વિજયનો પણ સમાવેશ થાય છે. થલાપતિ વિજય એ CAA અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા અને તેમાં તેમણે CAA નો વિરોધ નોંધાવ્યો હતો. વિજય એ તેનો વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, CAAના અમલને સ્વીકારી શકાય નહીં.
"જ્યારે દેશના તમામ લોકો ભાઈચારા સાથે રહેવા તૈયાર છે તો આવા કાયદાની શું જરૂર" - થલાપતિ વિજય
વિજયે કહ્યું કે, દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 જેવા કોઈપણ કાયદાને સહન કરી શકાય નહીં. જ્યારે દેશના તમામ લોકો ભાઈચારા સાથે રહેવા તૈયાર છે તો આવા કાયદાની શું જરૂર છે. વિજયે તમિલનાડુ સરકારને રાજ્યમાં આ કાયદો લાગુ ન કરવા પણ અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે વાજય સિવાય ઘણા વિપક્ષી નેતાઓએ આ સમયે CAAના અમલને લઈને સવાલો ઉઠાવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIIMએ કહ્યું છે કે મોદી સરકાર ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે ચૂંટણી પહેલા આ સ્ટંટ કરી રહી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે ચૂંટણી પહેલા CAA લાગુ કરવું એ ધ્રુવીકરણનો પ્રયાસ છે.
સુપરસ્ટાર વિજયે તમિઝાગા વેત્રી કઝગમ (TVK) નામની તેમની પાર્ટી શરૂ કરી
થલાપતિ વિજય
હાલમાં જ સુપરસ્ટાર થલાપતી વિજયે તમિઝાગા વેત્રી કઝગમ (TVK) નામની તેમની પાર્ટી શરૂ કરીને તમિલનાડુના રાજકારણમાં તેમના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી હતી. તેઓની આ પાર્ટી 2026 તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા માટે તૈયાર છે. થલપતિ વિજય પોતાના રાજ્યમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે, ત્યારે તેમના રાજનીતિમાં પ્રવેશથી લોકો ઘણા ઉત્સાહિત છે.
જાણો CAA શું છે?
CAA ના અમલ પછી, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી જે લોકો ડિસેમ્બર 2014 સુધી કોઈક પ્રકારના અત્યાચારનો સામનો કરીને ભારત આવ્યા હતા, તેઓને ભારતીય નાગરિકતા મળશે.
CAA બિલમાં બિન-મુસ્લિમ લઘુમતીઓ – હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે.
CAA બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
ડિસેમ્બર 2019માં લોકસભામાં તેને ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી 10 જાન્યુઆરી, 2020 ના રોજ મળી હતી.
પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી.
આ પણ વાંચો : Fighter Plane Crash : જેસલમેરમાં સેનાનું ફાઇટર વિમાન ક્રેશ