Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચની અરજી ફગાવી, 2 લાખનો ફટકાર્યો દંડ, હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમની મહોર

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને માત્ર ફગાવી જ નથી, પરંતુ બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચની અરજી ફગાવી  2 લાખનો ફટકાર્યો દંડ  હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમની મહોર
Advertisement
  • સુપ્રીમ કોર્ટે    Uttarakhand Election Commission ને ચુકાદો આપ્યો
  • સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચની અરજી ફગાવી 
  • કોર્ટે અરજી ખારીજ કરીને લગાવ્યો બે લાખનો દંડ 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂંટણી પંચને લઇને  એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ (Uttarakhand State Election Commission) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને માત્ર ફગાવી જ નથી, પરંતુ કમિશન પર બે લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ કેસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના નામ એકથી વધુ મતદાર યાદીમાં હોવાને લગતા વિવાદ સાથે જોડાયેલો હતો.

સુપ્રીમ કોર્ટે Uttarakhand Election Commission ની અરજી ફગાવી

જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે ચૂંટણી પંચના વલણને "કાયદાના વિરુદ્ધ" ગણાવ્યું હતું. ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આખરે કમિશન કાયદાકીય જોગવાઈઓની વિરુદ્ધ જઈને કેવી રીતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ કડક ટિપ્પણી સાથે કોર્ટે કમિશનની અરજીને આધારહીન ગણાવીને ફગાવી દીધી હતી.

Advertisement

Uttarakhand Election Commission ને આ કારણથી ફટકાર્યો દંડ 

અગાઉ  ઉત્તરાખંડ હાઇકોર્ટે જુલાઈમાં આપેલા એક ચુકાદામાં પંચાયતની ચૂંટણીના નિયમન અંગે ચૂંટણી પંચના એક ખુલાસા પર રોક લગાવી હતી. કમિશને કહ્યું હતું કે જો કોઈ ઉમેદવારનું નામ એકથી વધુ ગ્રામ પંચાયતની યાદીમાં હોય તો પણ તેનું નામાંકન પત્ર રદ કરવામાં આવશે નહીં.જોકે, હાઇકોર્ટે તેને ઉત્તરાખંડ પંચાયતી રાજ અધિનિયમ, 2016ની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન માન્યું હતું. કાયદાની કલમ 9(6) અને 9(7) સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ વ્યક્તિનું નામ એકથી વધુ મતદાર યાદીમાં નોંધાવી શકાય નહીં, તેમજ અન્ય મ્યુનિસિપલ સંસ્થાઓની યાદીમાં નામ હોય ત્યાં સુધી ગ્રામ પંચાયતની યાદીમાં સમાવેશ ન થઈ શકે.સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ તર્કને માન્ય રાખ્યો અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાયદાનું કડક પાલન અનિવાર્ય છે. પંચાયત ચૂંટણી જેવી પાયાની લોકશાહી પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓની અવગણનાને કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.

Advertisement

આ પણ વાંચો:   છત્તીસગઢના રાયપુર પાસે Godawari Plant માં મોટી દુર્ઘટના,નિર્માણધીન સ્લેબ તૂટતા 6 લોકોના મોત, 6ની હાલત ગંભીર

Tags :
Advertisement

.

×