સુપ્રીમ કોર્ટે Bihar SIR મામલે ચૂંટણી પંચને આપ્યા નિર્દેશ, 3 દિવસમાં ડ્રાફટમાંથી બાકાત થયેલા મતદારોની યાદી સબમિટ કરો
Bihar SIR: દેશમાં હાલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મામલે વિપક્ષ ભારે હંગામો કરી રહ્યો છે, બિહારમાં SIR મુદ્દે હાલ ઘમાસાન ચાલી રહ્યું છે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપતા કહ્યું કે બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા લગભગ 65 લાખ મતદારોની વિગતો 9 ઓગસ્ટ એટલે કે શનિવાર સુધીમાં તમામ વિગતો સબમિટ કરી દેવી. સુપ્રીમ કોર્ટના
જજ સૂર્યકાંત, જજ ઉજ્જલ ભુઇયા અને ન્યાયાધીશ એન. કોટીશ્વર સિંહની બેન્ચે ચૂંટણી પંચના વકીલને દૂર કરાયેલા 65 લાખ મતદારોની વિગતો રજૂ કરવા અને તેની એક નકલ 'એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ' (ADR) નામની NGOને પણ આપના સૂચન કર્યા છે.
Bihar SIR: નોંધનીય છે કે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના નિર્દેશ આપતા ચૂંટણી પંચના 24 જૂનના આદેશને પડકારનાર NGO એ નવી અરજી દાખલ કરી અને ચૂંટણી પંચને વિનંતી કરી કે તેઓ લગભગ 65 લાખ કાઢી નાખવામાં આવેલા મતદારોના નામ પ્રકાશિત કરો. અરજીમાં ADRએ કહ્યું હતું કે જે લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમની વિગતોમાં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે જે મતદારો મૃત્યુ પામ્યા છે, કાયમી સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા અન્ય કોઈ કારણોસર તેમના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી.
કોર્ટે પ્રશાંત ભૂષણને શું કહ્યું?
જોકે, ADR તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણને બેન્ચે કહ્યું કે નામ દૂર કરવાનું કારણ પછીથી જણાવવામાં આવશે કારણ કે તે હમણાં ફક્ત ડ્રાફ્ટ યાદી છે. આના પર ભૂષણે દલીલ કરી હતી કે કેટલાક રાજકીય પક્ષોને કાઢી નાખવામાં આવેલા મતદારોની યાદી આપવામાં આવી છે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી નથી કે મતદાર મૃત્યુ પામ્યો છે કે સ્થળાંતર કરી ચૂક્યો છે.
દરેક અસરગ્રસ્ત મતદારનો સંપર્ક કરીશું
બેન્ચે ચૂંટણી પંચના વકીલને કહ્યું, "અમે દરેક અસરગ્રસ્ત મતદારનો સંપર્ક કરીશું અને જરૂરી માહિતી મેળવીશું. તમે (ચૂંટણી પંચ) શનિવાર સુધીમાં જવાબ દાખલ કરો અને શ્રી ભૂષણને તે જોવા દો, પછી અમે જોઈશું કે શું જાહેર થયું છે અને શું નથી.
આ તારીખે ફરી સુનાવણી
ચૂંટણી પંચને કાયદા અનુસાર કાર્ય કરતી બંધારણીય સત્તા ગણાવતા, સર્વોચ્ચ અદાલતે 29 જુલાઈના રોજ કહ્યું હતું કે જો બિહારમાં મતદાર યાદીના SIR માં "મોટા પાયે નામો કાઢી નાખવામાં આવશે", તો તે તાત્કાલિક હસ્તક્ષેપ કરશે. બેન્ચે બિહારમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી અને કહ્યું હતું કે આ મુદ્દાની સુનાવણી ૧૨ અને ૧૩ ઓગસ્ટે કરવામાં આવશે.
આ પણ વાંચો: Uttarkashi Cloudburst : વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, આર્મીના 8-10 જવાન ગુમ


