Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SUPREME COURT : ઘરેલુ હિંસા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

SUPREME COURT : કલમ 142 સુપ્રીમ કોર્ટને તેની સમક્ષ ચાલી રહેલા કેસમાં 'સંપૂર્ણ ન્યાય' માટે જરૂરી આદેશ જાહેર કરવાનો અધિકાર આપે છે
supreme court   ઘરેલુ હિંસા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Advertisement
  • 498-A હેઠળના કેસમાં 2 મહિના ધરપકડ નહીંઃ SC
  • 'કૂલિંગ-ઓફ પિરિયડ'માં ધરપકડ નહીં કરી શકાય
  • અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકા SCએ અપનાવી
  • SCનો સમગ્ર દેશમાં માર્ગદર્શિકા લાગુ કરવા આદેશ
  • મહિલાઓ 498-Aનો દુરુપયોગ કરતી હોવાનું જણાયું

SUPREME COURT : ભારત દેશની સુપ્રીમ કોર્ટ (SUPREME COURT OF INDIA) દ્વારા IPCની કલમ 498A ના વધતા જતા દુરુપયોગને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડનના કેસોમાં ચુકાદો આપ્યો છે કે, હવે કેસ નોંધાયા પછી બે મહિના સુધી કોઈ ધરપકડ થશે નહીં, અને કેસ ફેમિલી વેલફેર કમિટીને રીફર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ કેસ છે જેમાં IPS મહિલા દ્વારા પતિ અને સાસરિયાઓ સામે ખોટા કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં પીડિત પતિ અને તેના પિતાને ત્રણ મહિનાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.

પતિ અથવા પરિવારજનોની તરત ધરપકડ નહીં

સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 498A (દહેજ ઉત્પીડન) ના કથિત દુરુપયોગના કેસોમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. આ માર્ગદર્શિકા હેઠળ હવે જ્યાં સુધી પ્રારંભિક તપાસ પૂર્ણ ન થાય, અને પોલીસ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા કર્યા પછી મંજૂરી ના આપે ત્યાં સુધી કુલિંગ ઓફ પિરીયડ દરમિયાન પતિ અથવા તેના પરિવારજનોની તરત ધરપકડ કરી શકાશે નહીં.

Advertisement

સુપ્રીમ કોર્ટે કલમ 142 નો ઉપયોગ કર્યો

એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે તેના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ કેસનો નિકાલ કર્યો હતો. નોંધનીય છે કે, કલમ 142 સુપ્રીમ કોર્ટને તેની સમક્ષ ચાલી રહેલા કોઈપણ કેસમાં 'સંપૂર્ણ ન્યાય' માટે જરૂરી કોઈપણ આદેશ જાહેર કરવાનો અધિકાર આપે છે. બેન્ચે બંને પક્ષોની દલીલોની નોંધ લીધી કે, તેઓ પુત્રીના કસ્ટડીના કેસ સહિત તમામ વિવાદોનો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ લાવવા માંગે છે, અને ભવિષ્યમાં કોઈપણ મુકદ્દમા ટાળવા અને શાંતિ જાળવવા માટે તમામ પેન્ડિંગ કેસોનો ઉકેલ લાવવા માંગે છે.

Advertisement

આ રહી માર્ગદર્શિકા

એફઆઈઆર અથવા ફરિયાદ દાખલ થયા પછી બે મહિનાના કૂલિંગ પીરિયડ સુધી આરોપી સામે કોઈ ધરપકડ કે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરિવાર કલ્યાણ સમિતિને ફક્ત તે જ કેસો મોકલવામાં આવશે જેમાં ભારતીય દંડ સંહિતાની કલમો, જેમાં 498-એ સાથે હત્યાનો પ્રયાસનો સમાવેશ થાય છે. આવી કલમો જેમાં દસ વર્ષથી ઓછી કેદની સજા હોય. દરેક જિલ્લામાં એક અથવા વધુ સમિતિઓ હશે જેમાં ઓછામાં ઓછા ત્રણ સભ્યો હશે. તેમની રચના અને કાર્યની સમીક્ષા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અથવા મુખ્ય ન્યાયાધીશ, ફેમિલી કોર્ટ દ્વારા કરવામાં આવશે. દહેજ ઉત્પીડન અને વૈવાહિક ક્રૂરતાના કેસો હવે ભારતીય દંડ સંહિતાની કલમ 85 અને 86 હેઠળ આવશે.

આ પણ વાંચો ---- SIR Protest : પટનાથી દિલ્હી સુધી વિરોધ પ્રદર્શન, દેશવ્યાપી આંદોલનની ચીમકી અપાઈ

Tags :
Advertisement

.

×