Surat : હચમચાવે એવો કિસ્સો! 13 વર્ષીય ભાઈએ 1 વર્ષીય બહેનની કરી હત્યા, કારણ જાણી સૌ ચોંક્યા!
- Surat માં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!
- નાનપુરા વિસ્તારમાં ભાઇએ જ બહેનની હત્યા કરી
- 13 વર્ષનાં ભાઈએ 1 વર્ષીય બહેનની હત્યા કરી
- સતત રડી રહેલી 1 વર્ષની બહેનનું મોઢું, ગળું દબાવી હત્યા કરી
સુરતમાં (Surat) માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાનપુર વિસ્તારમાં એક વર્ષની માસૂમ બાળકીની હત્યા તેના જ 13 વર્ષીય ભાઈએ કરી છે. હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ. ઘરે માસિયાઈ ભાઈને નાની બહેનને સોંપી પરિવાર બહાર ગયો હતો ત્યારે બાળકી સતત રડતી હોવાથી ગુસ્સામાં આવીને ભાઈએ નાની બહેનનું ગળું દબાવી હત્યા કરી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કિશોરની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Bhavnagar: વલ્લભીપુર શહેરમાં માત્ર દિવસમાં 30 ગૌવંશના મોત, પશુ પ્રેમીઓમાં ભારે રોષ
ગુસ્સામાં માસિયાઇ ભાઈએ કરી 1 વર્ષીય બહેનની હત્યા
સુરતનાં (Surat) નાનપુરા વિસ્તારમાં હચમચાવે એવી ઘટના બની છે. એક વર્ષની માસૂમ બાળકીની હત્યા તેનાં જ માસિયાઇ ભાઈએ કરી છે. પોલીસ તપાસ અનુસાર, આરોપી કિશોર એક વર્ષ પહેલા મુંબઈથી (Mumbai) સુરત નાનપુરામાં (Nanpura) માસીનાં ઘરે આવ્યો હતો. દરમિયાન, માસિયાઈ ભાઈને 1 વર્ષીયની માસૂમ બહેનનું ધ્યાન રાખવાનું કહી પરિવાર હોસ્પિટલમાં કામ કરવા માટે ગયો હતો. જો કે, બાળકી સતત રડતી હોવાથી ભાઈ કંટાળી ગયો હતો અને ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. બાળકીને શાંત કરવા માટે ગુસ્સે થયેલા ભાઈએ પહેલા ઓશિકા વડે મોઢું દબાવ્યું અને ત્યાર બાદ માસૂમનું ગળું દબાવીને હત્યા કરી હતી.
આ પણ વાંચો - ED, એસીબી અને સીઆઈડી ક્રાઈમને આર્થિક કૌભાંડના કેસોમાં મદદ કરનારા CA Durgesh Pandey ખેલાડી નીકળ્યા
બાળકી સતત રડતી હોવાથી મોઢું અને ગળું દબાવી હત્યા કરી
આ ઘટના અંગે જાણ થતાં અઠવલાઇન્સ પોલીસની (Athwalines police) ટીમ સ્થળે પહોંચી હતી અને બાળકીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી આદરી હતી. પીએમ રિપોર્ટ અનુસાર, બાળકીનું મોત ગૂંગળામણનાં કારણે થયું હોવાનું જણાવ્યું હતું. હત્યા પાછળનું કારણ જાણી પોલીસ સહિત સૌ કોઈ ચોંકી ગયા. આ મામલે પોલીસે હત્યારા ભાઈની અટકાયત કરીને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Mehsana: શિક્ષક દંપતીના કૌભાંડમાં મોટો ખુલાસો, LCBની તપાસમાં અનેક મિલકતના દસ્તાવેજો મળ્યાં