Surat: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, દોઢ વર્ષના બાળકનું મોત
- Surat: પાલની યુફોરિયા હોટલની ઘટના સામે આવી છે
- દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો
- 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા કરુણ મોત
Surat: સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલની યુફોરિયા હોટલની ઘટના સામે આવી છે. તેમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા કરુણ મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા. ત્યારે આ ઘટના બની છે. જેમાં પોલીસે તપાસ આરંભી છે.
15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત થયુ
ઉલ્લેખનીય છે કે પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો. જેમાં 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા ત્યારે આ કરૂણ ઘટના બની હતી. આ હોટલ પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે.
Surat: બર્થ ડે પાર્ટીમાં આવેલા માતા-પિતાની નજર ચૂકવી બાળક હોલ બહાર પહોંચી ગયું
હોટેલના ઇન્સાઇડ પુલમાં દોઢ વર્ષનું બાળક ગરકાવ થયુ હતુ. ત્યારે પોલીસનું નિવેદન છે કે ઘટનામાં કોની ગંભીર બેદરકારી છે તેની તપાસ થશે. જે કોઈની પણ બેદરકારી હશે તેની સામે કાર્યવાહી કરાશે. બર્થ ડે પાર્ટીમાં આવેલા માતા-પિતાની નજર ચૂકવી બાળક હોલ બહાર પહોંચી ગયું હતું. તથા હોલની બહાર આવેલા ઇનસાઇડ પુલમાં દોઢ વર્ષનું બાળક ગરકાવ થઈ ગયું હતું.
કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું
કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાલની યુફોરિયા હોટેલના હોલમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતું. જે પાર્ટીમાં બાળકના માતા-પિતા બાળકને લઈ આવ્યા હતા. તેમાં માતા પિતા પાર્ટીમાં વ્યસ્ત હતા તે દરમિયાન બાળક હોલની બહાર જઈ પહોંચ્યું હતું. જે વેળાએ અચાનક ઇનસાઇડ પુલમાં બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેમાં બાળક નહીં મળી આવતા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે બાળક ઇનસાઇડ પુલમાંથી મળી આવ્યું હતું. ઘટનાને લઈ પાલ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા છે.
આ પણ વાંચો: Gondal: પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન


