ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : રૂંવાડા ઊભા કરે એવી ઘટના CCTV માં કેદ! અઢી વર્ષની બાળકીને કારચાલકે કચડી

બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે કારચાલકે ગફલતભરી રીતે કાર હંકારી બાળકીને કચડી હતી.
01:58 PM Dec 09, 2024 IST | Vipul Sen
બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે કારચાલકે ગફલતભરી રીતે કાર હંકારી બાળકીને કચડી હતી.
  1. Surat માં કારચાલકે અઢી વર્ષની બાળકીને અડફેટે લીધી
  2. ઓલપાડનાં અટોદરા ગામની સોસાયટીમાં બની ઘટના
  3. બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું

સુરતનાં (Surat) ઓલપાડ વિસ્તારમાં રૂંવાડા ઊભા કરે એવી ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. અટોદરા ગામની સોસાયટીમાં એક કારચાલકે અઢી વર્ષની બાળકીને અડફેટે લેતા માસૂમનું મોત નીપજ્યું છે. બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે કારચાલકે ગફલતભરી રીતે કાર હંકારી બાળકીને કચડી હતી. આ મામલે બાળકીનાં પરિવારજનોએ કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો - Rajkot માં બિલ્ડર એસો. ની વિશાળ મૌન રેલી, આવેદન પત્ર આપી સરકારને કરી આ માગ

ઘરની બહાર રમતી બાળકીને કારચાલકે લીધી અડફેટે

સુરતનાં ઓલપાડનાં અટોદરા ગામની એક સોસાયટીમાં ગોઝારી ઘટના બની છે. ઘરની બહાર રમતી અઢી વર્ષની બાળકીને એક કારચાલકે અડફેટે લીધી હતી. બાળકી પડી જતાં તેણી ઉપરથી કારનાં ટાયર ફરી વળ્યું હતું. માસૂમ બાળકીને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાં CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે મૃતક બાળકીનાં પરિવારજનોએ કારચાલક અરવિંદ વિશ્વકર્મા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો - Patan : ઉ. ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા આણંદનાં ખેલાડીઓ ઝડપાયા

અઢી વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ

અટોદરા ગામની સોસાયટીમાં ઘરનાં આંગણે રમતી અઢી વર્ષની બાળકી દ્યેયાંશી ગોહીલનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સુરત પોલીસે (Surat Police) મૃતક બાળકીનાં પરિવારજનોની ફરિયાદ અને CCTV ફૂટેજનાં આધારે કારચાલક અરવિંદ વિશ્વકર્મા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bharuch : અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ પર ખાનગી અને ST બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘવાયા

Tags :
Atodara villageBreaking News In GujaratiCCTV cameraGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiOlpadOLPAD POLICERaod AccidentSuratSurat Police
Next Article