Surat : AAP નાં આ કોર્પોરેટર સામે અધધ...અપ્રમાણસર મિલકતનો કેસ!
- Surat માં વોર્ડ 2 નાં AAP નાં કોર્પોરેટર સામે કેસ
- કોર્પોરેટર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો કેસ
- સુરત ACB ની તપાસમાં અપ્રમાણસર મિલકતો મળી આવી
- રૂ. 29,78,772 ની અપ્રમાણસર મિલકત મળી આવી
- 68.50 ટકા અપ્રમાણસર મિલકત અંગે સુરતમાં ગુનો નોંધાયો
Surat : સુરતનાં વોર્ડ નં. 2 નાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સુરત ACB ની તપાસમાં 29,78,772 રૂપિયાની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. AAP ના કોર્પોરેટર સામે 68.50 ટકા અપ્રમાણસર મિલકત અંગે સુરતમાં ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી, 1.11 કરોડ પોસ્ટકાર્ડથી PM મોદીનો 'જન આભાર'
Surat માં વોર્ડ 2 નાં AAP નાં કોર્પોરેટર સામે અપ્રમાણસર મિલકતનો કેસ
સુરતમાં (Surat) વોર્ડ નંબર 2 નાં AAP પાર્ટીનાં કોર્પોરેટર રાજેશ મોરડિયાની (Rajesh Mordia) મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજેશ મોરડિયા સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ થતા એસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. માહિતી અનુસાર, એસીબીની તપાસમાં આપ કોર્પોરેટર રાજેશ મોરડિયા વિરુદ્ધ 29,78,772 રૂપિયાની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) મળી આવી છે. આ મામલે એસીબીએ 68.50 ટકા અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - પશુ આહાર લિક્વિડના વેપારીને Nigerian Gang એ 32.72 લાખનો ચૂનો લગાવ્યો, ભાડાના બેંક એકાઉન્ટવાળા પકડાયા
કોર્પોરેટર સામે અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે ગુના!
માહિતી અનુસાર, અગાઉ પણ કોર્પોરેટર વિરુદ્ધ ખંડણી માંગવાનાં કેસમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયા હતા, જે ગુનામાં અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ પણ થઈ ચૂકી છે. આપ કોર્પોરેટર સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધાતા ફરી એકવાર સુરતમાં રાજકારણ ગરમાયું છે. જો કે, હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - VGRC Mehsana : CM ભૂપેન્દ્ર પટેલ અને જાપાનનાં રાજદૂત વચ્ચે મુલાકાત, કહ્યું- ગુજરાતમાં રોકાણ માટે..!


