Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ખાડીપૂર બાદ 'ખાડા'નાં સામ્રાજ્ય સામે અનોખો વિરોધ! કોંગ્રેસનાં નેતાઓ-કાર્યકરો ગરબે ઘૂમ્યા, નાચ્યા

કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા 'ખાડા મહોત્સવ' નું (Khada Mahotsav) આયોજન કરવામાં આવ્યું છે.
surat   ખાડીપૂર બાદ  ખાડા નાં સામ્રાજ્ય સામે અનોખો વિરોધ  કોંગ્રેસનાં નેતાઓ કાર્યકરો ગરબે ઘૂમ્યા  નાચ્યા
Advertisement
  1. સુરતમાં ચોમાસામાં પડેલા ખાડાઓ મુદ્દે કોંગ્રેસનો વિરોધ (Surat)
  2. સુરત શહેર કોંગ્રેસ દ્વારા યોજાયો અનોખો 'ખાડા મહોત્સવ'
  3. ખાડીપુર અને ભારે વરસાદનાં કારણે ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય
  4. કોંગ્રેસે પર્વત પાટિયા વિસ્તારમાં ઢોલ નગારા વગાડી કર્યો વિરોધ

Surat : સુરતમાં પડેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે. ખરાબ રોડ-રસ્તાઓનાં કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જો કે, હવે આ સમસ્યા અંગે વિપક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા 'ખાડા મહોત્સવ' નું (Khada Mahotsav) આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Amit Khunt Case : CCTV જમા કરાવવા કોર્ટનો આદેશ, પોલીસે આપ્યો ચોંકાવનારો જવાબ!

Advertisement

Advertisement

પહેલા વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું! મસમોટા ખાડાઓથી લોકો હેરાન

સુરતમાં (Surat) ખાબકેલા મુશળધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખાડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે, વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બીજી તરફ રોડ રસ્તાઓનું ધોવાણ થયું. ઠેર-ઠેર રસ્તાઓમાં મસમોટા અને કમરતોડ ખાડાઓનાં કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો - Gujarat Monsoon: બપોરના 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી આફત!

પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા 'ખાડા મહોત્સવ' નું આયોજન

પહેલા જ વરસાદમાં રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા છે જે લોકો માટે માથાનો દુઃખાવો સાબિત થયા છે. તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા વાહન ચાલકોએ માગ ઉચ્ચારી છે. ત્યારે હવે, આ મામલે કોંગ્રેસનાં (Surat Congress) નેતાઓ અને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા 'ખાડા મહોત્સવ' નું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ-નગારા સાથે કોંગ્રેસ દ્વારા 'ખાડા મહોત્સવ' નું આયોજન કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ ખાડા વચ્ચે ગરબા ગાઈને અને એકબીજાને મીઠાઈ ખવડાવી 'ખાડા મહોત્સવ'ની (Khada Mahotsav) ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સુરતનાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી જનતા હેરાન-પરેશાન છે. તંત્રનાં બહેરા કાને આવાજ પહોંચાડવા ઢોલ નગારા સાથે 'ખાડા મહોત્સવ'નું આયોજન કર્યું છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર, ખાડા રાજથી લોકો હેરાન પરેશાન

Tags :
Advertisement

.

×