Surat : અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને મનહર પટેલે નશાના દૂષણ અંગે આપી પ્રતિક્રિયા
- Surat માં મહિલા PSI નાં નિવેદનને પાટીદાર નેતાઓનું સમર્થન
- અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને મનહર પટેલે આપ્યું સમર્થન
- કહ્યું કે, મહિલા PSI એ સમાજ અને યુવાનો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે.
- મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજનાં યુવાનો અંગે આપ્યું હતું નિવેદન
સુરતનાં (Surat) સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાટીદાર મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ (PSI Urvisha Mendpara) પાટીદાર સમાજનાં યુવાનો અંગે આપેલા નિવેદનને લઈ એક બાદ એક પાટીદાર અગ્રણી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા, કોંગ્રેસ નેતા મનહર પટેલ અને ડૉ. પરસોતમ પીપળીયાએ મહિલા PSI નાં નિવેદનને સમર્થન આપ્યું છે અને નશાનાં રવાડે ચડતા સમાજનાં યુવાનોને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
Big Breaking: મહિલા PSIનું સૌથી ચોંકાવનારું નિવેદન, પીધેલા 15 પકડીએ એમાંથી 10 તો પાટીદાર...!@GujaratPolice @AhmedabadPolice #BigBreaking #PatidarSamaj #PSI #Police #UrvishaMendpara #ViralNews #GujaratFirst pic.twitter.com/vsdIMtLHTx
— Gujarat First (@GujaratFirst) February 12, 2025
સમાજનાં વડાઓએ આ વિષય પર આત્મમંથન કરવું જોઈએ : અલ્પેશ કથીરિયા
સુરતમાં (Surat) મહિલા PSI નાં નિવેદનને પાટીદાર અગ્રણી અને નેતા અલ્પેશ કથીરિયાનું (Alpesh Kathiriya) સમર્થન મળ્યું છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, મહિલા PSI એ સમાજ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. PSI નાં નિવેદનને હું સમર્થન આપું છું. સમાજનાં લોકોએ જાગૃત થવું જોઈએ. સમાજનાં વડાઓએ આ વિષય પર આત્મમંથન કરવું જોઈએ. અલ્પેશ કથીરિયાએ આગળ કહ્યું કે, PSI ની ચિંતાને લોકોએ સમજવી જોઈએ અને તેમના નિવેદનને પોઝિટિવ રીતે લેવું જોઈએ.
આ પણ વાંચો - Surat : પાટીદાર PSI ઉર્વિશા મેંદપરાની સમાજનાં યુવાનોને ટકોર, કહ્યું- શું કામ અળવે રસ્તે જાઓ છો..!
-PSIના નિવેદનને દિનેશ બાંભણિયાનું મજબૂત સમર્થન!
-પાટીદાર યુવાનોની ચિંતાને લઈ PSIના નિવેદન પર ચર્ચા
-દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી થવી જોઈએ: બાંભણિયા
-પાટીદાર સમાજે મંથન કરીને ઉકેલ લાવવો જરૂરી: બાંભણિયા@CP_SuratCity @GujaratPolice @dineshbambhania #DineshBambhaniya… pic.twitter.com/fCchG7qkOl— Gujarat First (@GujaratFirst) February 12, 2025
દારુ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ : દિનેશ બાંભણીયા
પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ (Dinesh Bambhaniya) પણ મહિલા PSI ઉર્વિશા મેંદપરાનાં નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, દારૂનાં દૂષણ મુદ્દે સમાજે ગંભીર રીતે વિચારવું જોઈએ. દારુ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આવા લોકોની ભલામણ ન કરવી જોઈએ. યુવાનો નશાનાં રવાડે ન ચડે તે માટે પાટીદાર સમાજે (Patel Samaj) મંથન કરીને યોગ્ય ઉકેલ લાવવાની જરુર છે.
આ પણ વાંચો - Nursing Exam Scam : GTU એ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ, આવતીકાલે પરીક્ષા અંગે નિર્ણય!
ગુજરાત 'ઉડતા પંજાબ' ની જેમ બની રહ્યું છે : મનહર પટેલ
ઉપરાંત, પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનહર પટેલે (Manhar Patel) કહ્યું કે, આ પહેલા પણ ઘણા કિસ્સામાં પાટીદાર યુવાનોના નામ આવ્યા છે. વ્યસન અને ગુનાખોરીનાં રસ્તે જતા યુવાનો સમાજનાં નેતૃત્વ માટે પડકાર સમાન છે. જવાબદાર કારણો પણ શોધવા જોઈએ. રાજ્યમાં ડ્રગ્સ, દારુ જેવી નશાની વસ્તુઓ પ્રતિબંધિત છે પરંતુ, આ વસ્તુઓ આવે છે ક્યાંથી તે પણ એક સવાલ છે. આજે ગામડે ગામડે દારૂ મળે છે. દર વર્ષે લઠ્ઠાકાંડ જોવા મળે છે. આ સ્થિતિ સરકાર અને સમાજનાં શ્રેષ્ઠીઓ માટે લાલબત્તી સમાન છે. ગુજરાત 'ઉડતા પંજાબ' ની જેમ બની રહ્યું છે. આ સમસ્યાનો સરકારે જડમૂળથી નાશ કરવો જોઈએ.
મહિલા PSI નાં નિવેદનને ડો. પરસોતમ પીપળીયાનું પણ સમર્થન
પાટીદાર અગ્રણી ડૉ. પરસોતમ પીપળીયાએ (Dr. Parsotam Pipaliya) કહ્યું કે, મહિલા PSI નાં નિવેદનથી હું સહમત છું. દારૂનું દૂષણ હવે ડ્રગ્સ સુધી પણ પહોંચ્યું છે. ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ પકડાય છે. એક સમયે દારૂ સાથે કોઈ પકડાય તો મોટું ગણાતું હતું પણ હવે દારૂ સાવ સામાન્ય બન્યો છે. સામાજિક સંસ્થાઓએ આગળ આવી સેમિનાર કરવા જોઈએ. સાયબર ક્રાઇમ મુદ્દે જાગૃતિ લાવવી જોઈએ.
આ પણ વાંચો -Nursing Exam Scam : ચેટ વાઇરલ થયા બાદ વનરાજસિંહ ચૌહાણે બનાવ્યો Video, જાણો શું કહ્યું?


