Surat : BJPની મતદાર યાદી સુધારણા ડ્રાઈવ, BLOનું આભાર વ્યક્ત કરવા નિકળ્યા DyCM હર્ષ સંઘવીભાઈ સંઘવી
- Surat : સુરત BJPની SIR ડ્રાઈવ, હર્ષ સંઘવીએ BLO કાર્યોનું કર્યું મૂલ્યાંકન, માન્યો તેમનો આભાર
- 21 વર્ષ પછી સુરતમાં મોટી સુધારણા : DyCM હર્ષભાઈએ વિધાનસભા બુથોની મુલાકાત લીધી
- Surat : સુરતમાં BJPની મતદાર યાદી સુધારણા ઝુંબેશ : હર્ષ સંઘવીએ SIR પ્રક્રિયાનું કર્યું મુલાકાતી નિરીક્ષણ
- મતદાર યાદી અપડેટ માટે BJPની પહલ : સુરતમાં હર્ષ સંઘવીએ પોતાના મતવિસ્તારના BLOનો માન્યો આભાર
- સુરતમાં SIR અભિયાનને મજબૂત કરવા હર્ષભાઈ સંઘવીની આગવી કામગીરી
Surat : ગુજરાતના ડાયમંડ સીટી એવા સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ડ્રાઈવને નવી ઊંચાઈ મળી છે. કેન્દ્રીય ચૂંટણી પંચના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અભિયાનના ભાગરૂપે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી ચાલતી આ પ્રક્રિયામાં BJP કાર્યકર્તાઓ ઘર-ઘરે પહોંચીને BLO (બૂથ લેવલ ઓફિસર્સ) સાથે મતદારોની યાદી અપડેટ કરી રહ્યા છે. આ 21 વર્ષ પછીની સૌથી મોટી સુધારણા છે, જેમાં 21 વર્ષ પહેલા 2002-2004માં આવી જ ઝુંબેશ યોજાઈ હતી.
ઉપ-મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ SIR પ્રક્રિયાનું વ્યાપક નિરીક્ષણ કર્યું છે. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા 21 દિવસથી જે બહેનોએ રાત-દિવસ મહેનત કરીને, પરિવારની નાની-મોટી તકલીફોને પણ સાઈડમાં મૂકીને લોકશાહીને મજબૂત કરવાની BLO દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે, તેમને હું મારા મતવિસ્તારના લોકો થકી આભાર માનવા માટે અલગ-અલગ સેક્ટરોમાં જઈને તેમનો આભાર માનવા માટે હું નિકળ્યો છું. તે ઉપરાંત તેમણે કહ્યું કે, મારા વિસ્તારમાં લોકશાહીને મજબૂત કરતાં બીએઓનો આભાર માનવા માટે આવ્યો છું.
સુરત શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા ડ્રાઈવ
DyCM હર્ષભાઈ સંઘવીએ SIRની પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ
વિધાનસભા ક્ષેત્રના વિવિધ બુથની હર્ષભાઈએ મુલાકાત લીધી@sanghaviharsh @CRPaatil @BJP4Gujarat #HarshSanghavi #GujaratPolitics #SuratBJP #VoterListDrive #Democracy #GujaratFirst… pic.twitter.com/f7yiV895pb— Gujarat First (@GujaratFirst) November 30, 2025
તેઓએ સુરતના વિવિધ વિધાનસભા ક્ષેત્રોના બુથોની મુલાકાત લઈને કાર્યકર્તાઓ અને BLOઓના કાર્યોનું મૂલ્યાંકન કર્યું. હર્ષ સંઘવીએ કહ્યું કે, આ અભિયાનથી કોઈપણ મતદાનક્ષમ નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે અને યાદીમાં ભૂલો દૂર થશે. SIRને Aથી F સુધીની છ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં A કેટેગરીમાં મતદારોને કોઈ પુરાવા વિના નોંધણી મળે છે. BLOઓ દરેક ઘરે ત્રણ વખત જઈને વેરિફિકેશન કરી રહ્યા છે, અને 'બુક અ કોલ વિથ BLO' જેવી ડિજિટલ સુવિધા દ્વારા 10,000થી વધુ નાગરિકોને લાભ મળ્યો છે.
સુરતમાં આ ડ્રાઈવથી હજારો નવા મતદારો નોંધાઈ રહ્યા છે, ખાસ કરીને યુવા અને મહિલાઓ. BJPના આ પ્રયાસથી લોકશાહીને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય પૂરો થઈ રહ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાની આગેવાનીમાં આ અભિયાન વધુ સફળ બને તે માટે BJP કાર્યકર્તાઓ સક્રિય છે.
આ પણ વાંચો- Ahmedabad : ઘરકંકાસથી કંટાળેલા આધેડે ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પરથી લગાવી મોતની છલાંગ


