Surat : બાળકને શોધવા ફાયરનાં 60 થી વધુ જવાનોનો છેલ્લા 14 કલાકથી સંઘર્ષ
- Surat માં વરિયાવમાં 2 વર્ષનાં બાળકનું ગટરમાં ગરકાવનો મામલો
- ફાયર બ્રિગેડનાં 60 થી વધુ જવાનો બાળકને શોધવામાં લાગ્યા
- છેલ્લા 14 કલાકથી બાળકને શોધવાની કામગીરી યથાવત
- પરંતુ, હજુ સુધી બાળકની કોઇ ભાળ ન મળતા માતા-પિતા-પરિવારજનોમાં ચિંતા
સુરતમાં (Surat) વરિયાવ વિસ્તારમાં બે વર્ષનું બાળક ઊંડી ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટનામાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલુ છે. ફાયર વિભાગનાં 60 થી વધુ જવાન છેલ્લા 14 કલાકથી બાળકની શોધખોળ કરી રહ્યા છે પરંતુ, તેમ છતાં હજુ સુધી બાળકની કોઈ બાળ મળી નથી. ઊંડા સ્ટોર્મમાં ફાયર વિભાગની (Fire Department) ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. વિપક્ષ નેતા પોતાનાં અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચો - સુરતમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડ્યું, 6 ફૂટ પાણીમાં કેમેરા સાથે જવાન ઉતર્યો
સુરત પ્રશાસનના પાપનો ભોગ બન્યું 2 વર્ષનું બાળક
વરિયાવમાં ખુલ્લી ગટરના ઢાંકણામાં પડ્યું બાળક
ગટરમાં બાળકને શોધવા ફાયર વિભાગની ભારે જહેમત
છેલ્લા પાંચ કલાકથી બાળકની ચાલી રહી છે શોધખોળ
ગટરની અંદર 800 મીટર સુધી તપાસ કરવામાં આવી@MySuratMySMC @collectorsurat #Gujarat #Surat… pic.twitter.com/BBsgp3lrOY— Gujarat First (@GujaratFirst) February 5, 2025
છેલ્લા 14 કલાકથી બાળકને શોધવાની કામગીરી યથાવત
સુરતનાં (Surat) વરિયાવ વિસ્તારમાં ગઈકાલે બે વર્ષનું માસૂમ બાળક ઊંડી ખુલ્લી ગટરમાં ગરકાવ કરી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ બાળક ન મળતા પરિવારે ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજી ફાયરની વિવિધ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી અનુસાર, ફાયર વિભાગનાં 60 થી વધુ જવાન દ્વારા છેલ્લા 14 કલાકથી બાળખની શોધખોળ કરાઈ રહી છે. છતાં હજી સુધી બાળકની કોઈ ભાળ મળી નથી. બાળક હેમખેમ મળી જાય તેવી પ્રાર્થના માતા-પિતા અને પરિવારજનો કરી રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot : જસદણ નગરપાલિકા ચૂંટણીમાં AAP ને ઝટકો! મહિલા ઉમેદવારે છેડો ફાડી BJP ને આપ્યો ટેકો
જવાબદારો લોકો સામે કાર્યવાહી કરવા વિપક્ષની માગ
માહિતી અનુસાર, દ્રસનાજના ઊંડા સ્ટોર્મમાં સુરત ફાયર વિભાગનાં જવાનો સ્કુબા શૂટ અને ઓક્સિજન સપોર્ટ સાથે ઊતર્યા છે અને બાળકની શોધ આદરી છે. અથાગ મહેનત બાદ પણ બાળકને શોધવામાં રેસ્ક્યૂ ટીમને હજી સુધી સફળતા મળી નથી. ડ્રેનેજની ઊંડી કુંડીમાં પડી ગયેલા બાળકને શોધવામાં અને ડ્રેનેજનાં નેટવર્ક શોધવામાં ફાયરને મુશ્કેલી પડી રહી છે. દરમિયાન, રાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાલિકા (SMC) દ્વારા અહીં બનાવવામાં આવેલ ડ્રેનેજ નેટવર્કની કામગીરી પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો - અમેરિકાએ પરત મોકલેલા ગેરકાયદેસર ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય: સૂત્ર


