Surat કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : BNS કાયદા હેઠળ પ્રથમ બળાત્કાર કેસમાં આરોપીને આજીવન કેદની સજા
- Surat માં BNSનો પ્રથમ ચુકાદો : 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ
- ઐતિહાસિક સજા : સુરેશ ઉર્ફે સલમાનને જીવનભર જેલ, નવા કાયદાની કડકતા સામે આવી
- ડીંડોલી કેસમાં ઝડપી ન્યાય : 16 દિવસમાં ચાર્જશીટ, BNS હેઠળ આજીવન કેદ
- બાળકી વિરુદ્ધ અત્યાચાર પર કોર્ટનો કડક પ્રતિભાવ : સુરતમાં પ્રથમ BNS બળાત્કાર ચુકાદો
- નવા કાયદાની જીત : સુરત કોર્ટે આરોપીને આજીવન કેદ, POCSOમાં વધુ સજા
Surat : નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) કાયદા અમલમાં આવ્યા પછીનો સુરતમાં પ્રથમ બળાત્કાર કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 5 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો બાળકો અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સામે કાયદાની કડકતાનું પ્રતીક બન્યો છે, જે નવા કાયદાની અસરકારકતા દર્શાવે છે.
આ કેસની વિગતો અનુસાર 1 જુલાઈ 2024ના રોજ BNS કાયદો અમલમાં આવ્યો હતો અને માત્ર એક દિવસ પછી 2 જુલાઈના રોજ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ ભયાનક ગુનાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી (37), જે પડોશી હતો, તેણે 5 વર્ષની બાળકીને બિસ્કિટ ખરીદી આપવાની લાલચ આપીને તેને તેના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો- આ લોકો કોઇની દિવાળી બગાડશે! 78 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત
બાળકી ઘરે ન પહોંચતાં તેના પરિવારજનોએ તલાશી લીધી અને આરોપીના ઘરે પહોંચ્યા હતા. આરોપીએ દરવાજો નહીં ખોલતાં સ્થાનિકો અને પરિજનોએ ઘરનું દરવાજું તોડીને બાળકીને પરત મેળવી લીધી હતી. તે પછી તરત જ પોલીસને આની જાણકારી આપતા થોડી વારમાં પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. આ દરમિયાન બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ધરપકડ કરી લીધી હતી અને યુદ્ધના ધોરણે આગળની કાર્યવાહી હાથ તપાસ હાથ ધરી હતી. માત્ર 16 દિવસમાં 240 પાનાંની વિગતવાર ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જેમાં 25 સાક્ષીઓના નિવેદનો, વીડિયો પંચનામા અને તબીબી પુરાવા સામેલ છે. આ ઝડપી કાર્યવાહીથી કોર્ટ પણ પ્રભાવિત થયું અને BNSની કલમ 65(2) હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાં POCSO કલમ હેઠળ 10,000 રૂપિયાનો દંડ અને વધારાના 2 વર્ષની કેદ પણ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો- NSGના 41મા સ્થાપના દિવસે ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત,અયોધ્યામાં NSG ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે


