Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Diamond Bourse : સુરતીઓ કામમાં લોચો મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી – PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બોર્સના ચેરમેન અને બોર્સ કમિટીના સભ્યો સહિત...
surat diamond bourse   સુરતીઓ કામમાં લોચો મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી – pm મોદી
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બોર્સના ચેરમેન અને બોર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

PM મોદીએ કહ્યું...

હૂરટ એટલે હૂરટ… વડાપ્રધાને કહ્યું.. દુનિયાની મોટી ઈમારતોની ચમક સુરત સામે ફિક્કી પડી. સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનના રસ્તા અને ભવિષ્યની દૂરંદેશી તેનું નામ સુરત. અમારું હૂરટ એવું કે ગામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા ત્યારે પૂછ્યું તો સૌરાષ્ટ્રના ભાઈઓ કે અમારા કાઠિયાવાડ અને હૂરતમાં ભારે અંતર. કાઠિયાવાડમાં મોટર સાયકલ ટકરાય તો તલવાર ઉછળે હુરટમાં એવું થાય તો કહે જો ની ભાઈ તારી પણ ભૂલ છે અને મારી પણ ભૂલ છે.  સુરતની ભવ્યતામાં વધુ એક ડાયમંડ જોડાયો. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ડાયમંડ જોડાયો છે. તેની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફીક્કી પડી રહી છે.

Advertisement

Advertisement

સુરતીઓનું સામર્થ્યનો મુકાબલો કરવો મુશ્કેલ છે. અંગ્રેજ વૈભવ જોઈને પહેલા સુરત આવ્યા હતા. સમુદ્રી જહાજ સુરતમાં જ બનતા હતા. ઇતિહાસમાં સુરત પર મોટા મોટા સંકટ આવ્યા પણ બધાએ સાથે મળીને સામનો કર્યો. 84 દેશના શીપના ઝંડા અહીં ફરકતા હતા અને આજે 184 દેશના ઝંડા અહીં ફરકવાના છે. ગંભીર બિમારી, તાપીમાં પૂર આવ્યું પણ મને પૂરો ભરોસો હતો કે, સુરત સંકટમાંથી બહાર આવશે. આજ જુઓ આ શહેર દુનિયાના સૌથી ઝડપથી આગળ વધતુ ટોપ 10 શહેરમાનું એક છે. સુરતમાં દરેક ક્ષેત્રે કામ શાનદાર થતું રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આજે સુરતના લોકો અને અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ બે ભેટ મળી રહી છે. આજે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બીજી મોટી બાબત એ છે કે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આ અદ્ભુત ટર્મિનલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે હું સુરતના લોકોને અને ગુજરાતના લોકોને અભિનંદન આપું છું."

ડાયમંડ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. દુનિયામાં ડાયમંડની સાથે સુરતનું નામ આવશે પણ ભારતનું પણ નામ સાથે આવશે. ડાયમંડ બુર્સ નવા ભારતની નવા સામર્થ્ય અને નવા ભારતના સંકલ્પનું પ્રતિક છે. મને કેટલોક ભાગ જોવા મળ્યો. પરંતુ મેં એ લોકોને કહ્યું કે, તમે એન્વાર્યમેન્ટના વકીલ છો તો ગ્રીન બિલ્ડિંગ શું હોય એ બતાવો. વિદ્યાર્થીઓને બોલાવી બતાવો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયા શું છે.

CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યમાં ભવ્ય વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી આ જીત બાદ પહેલીવાર ગુજરાત આવ્યા છે. સુરત દેશભરના લોકોને રોજગારી આપતું સિટી બન્યું છે. સુરત મિની ઇન્ડિયા બની ગયું છે. ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની મોદી સાહેબની પહેલ છે. 2014 માં 74 એરપોર્ટ હતા જે આજે 149 થયા છે.

સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી છે. આથી ડાયમંડ કેપિટલ વિશ્વ સાથે સીધુ કનેક્ટેડ થશે. અત્યારસુધી મોદી હૈ તો મુમકિન હૈ કહેવાતું પણ હવે મોદી ગેરંટી કહેવાય છે. ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે એ વાત નિશ્ચિત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે.

આ પણ વાંચો : Surat Diamond Bourse : PM મોદીએ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું

Tags :
Advertisement

.

×