Surat : મુંબઈ-અમદાવાદ NH-48 પર પરિવારને કાળ ભેટ્યો! બાઇકસવાર બેનાં મોત
- સુરતમાં ટ્રકની અડફેટે બાઈક સવાર બેનાં ઘટના સ્થળ પર જ મોત (Surat)
- મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
- બાઇક સવાર પરિવારને ટ્રકે અડફેટે લેતા પતિ અને માસૂમ બાળકનું મોત
- નજર સમક્ષ જ પતિ અને માસૂમ સંતાનનું મોત જોતા મહિલા આઘાતમાં સરી પડી
Surat : સુરતમાં ગોઝારા અકસ્માતની ઘટના બની છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 (Mumbai-Ahmedabad National Highway-48) પર એક ટ્રકની અડફેટે બાઇક આવી જતાં બાઇકસવાર બે લોકોનાં ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. મહિલાની નજર સામે જ તેમનાં પતિ અને માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. મહિલાને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાઈ છે. આ મામલે સ્થાનિક કામરેજ પોલીસે (Kamrej Police) મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat Congress: રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર
ટ્રકની અડફેટે આવી જતાં મહિલાને ઇજા, પતિ-સંતાનનું મોત
પ્રાથમિક માહિતી અનુસાર, સુરત નજીક મુંબઈ-અમદાવાદ હાઇવે પર (Mumbai-Ahmedabad National Highway-48) આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. એક બાઇક પર પતિ-પત્ની અને સંતાન જઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 પર એક ટ્રકની અડફેટે બાઇક આવી જતાં તેનાં પર સવાર પરિવાર કાળને ભેટ્યો હતો. આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિ અને તેમના માસૂમ બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.
આ પણ વાંચો - VADODARA : બ્રિજ દુર્ઘટનામાં 10 થી વધુ એજન્સીઓની બચાવ કાર્યમાં ખડેપગે, 15 ના મોત
નજરની સામે પરિવાર વિખેરાઈ જતાં મહિલા ભારે આઘાતમાં
જ્યારે મહિલાને ગંભીર ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માતને પગલે કામરેજ પોલીસની ટીમ (Kamrej Police) ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી (Surat) વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે, સ્થાનિકોની મદદથી પોલીસ જવાનોએ ભીડને દૂર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. નજરની સામે પરિવાર વિખેરાઈ જતાં મહિલા ભારે આઘાતમાં સરી પડી છે.
આ પણ વાંચો - Ahmedabad : ગોમતીપુરમાં BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ, 6 લોકો ઘાયલ


