Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"Surat ના શાહ દંપતીનું કરોડોનું ફુલેકું : ઊંચા વ્યાજની લાલચે રોકાણકારોને લૂંટ્યા"

Surat ના રોકાણકારો ચોંક્યા : શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે 55 કરોડનું ફુલેકું
 surat ના શાહ દંપતીનું કરોડોનું ફુલેકું   ઊંચા વ્યાજની લાલચે રોકાણકારોને લૂંટ્યા
Advertisement
  • Surat માં કરોડોનું કૌભાંડ : શાહ ઇન્વેસ્ટમેન્ટે ગુજરાતી સેલિબ્રિટીઓના નામે લોકોને લૂંટ્યા
  • શાહ દંપતીની લોભામણી લાલચ : Surat માં 1.63 કરોડની છેતરપિંડી, ધરપકડ
  • સુરતનું શાહ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ : 100 દિવસમાં 12% વળતરનું ખોટું વચન
  • ગુજરાતી કલાકારોના નામે છેતરપિંડી : શાહ દંપતીએ સુરતમાં ચેન સિસ્ટમ ઊભી કરી
  • સુરતના રોકાણકારો ચોંક્યા : શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે 55 કરોડનું ફુલેકું

સુરત : Surat ના સિંગણપોર-કોઝવે રોડ પર આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં "શાહ ઇન્વેસ્ટમેન્ટ"ના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ચલાવનાર શાહ દંપતીનું કરોડો રૂપિયાનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. હાર્દિક શાહ અને તેમની પત્ની પૂજા શાહે ગુજરાતી કલાકારો જેવા કે જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, પૂજા જોશી અને સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની (ખજૂરભાઈ)ના નામનો ઉપયોગ કરીને પ્રચાર વીડિયો બનાવીને લોકો સાથે છેતરીપીડી કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.

પોંન્ઝી સ્કીમ થકી Surat ના રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો

આ કૌભાંડમાં શાહ દંપતીએ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી હતી. તેમની સ્કીમમાં માત્ર 100 દિવસમાં 12 ટકા વળતરનું વચન આપવામાં આવતું હતું. નવા રોકાણકારો લાવનારાઓને બોનસની ઓફર આપીને એક ચેન સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી, જેના કારણે ઘણા લોકો આ યોજનામાં જોડાયા હતા. જોકે, આ ચમકતી યોજના હકીકતમાં એક પોન્ઝી સ્કીમ હતી, જેમાં રોકાણકારોના પૈસા ક્યાં જઈ રહ્યા હતા, તેનો કોઈ હિસાબ નહોતો.

Advertisement

આ પણ વાંચો- ધો- 9 થી 12 માં દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી લેવાશે

Advertisement

આ મામલે સૌપ્રથમ ચોકબજાર પોલીસ મથકે 30.95 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ જેમાં પાંચ ફરિયાદીઓએ શાહ દંપતી વિરુદ્ધ ફરિયાદ કરી છે. ત્યારબાદ ભાવનગરના બે વેપારીઓ, પર્થ રતિલાલ પંડ્યા (58 લાખ) અને અશ્વિન રાણાભાઈ (75 લાખ), એમ કુલ 1.33 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયો છે. આમ, કુલ 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આંકડો સામે આવ્યો છે.

શાહ દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ચાર ફરિયાદીઓએ શાહ દંપતી વિરુદ્ધ ફરિયાદ કરી છે, જ્યારે સીઆઈડી ક્રાઈમમાં બે અન્ય ફરિયાદો નોંધાઈ છે. ડીસીપી રાઘવ જૈનના નિવેદન મુજબ, શાહ દંપતીએ ખોટી યોજનાઓ બતાવીને લોકોને ફસાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની કંપની સેબી (SEBI) સાથે નોંધાયેલી છે અને એન્જલ વન લિમિટેડ સાથે સંકળાયેલી છે, જે પાછળથી ખોટું સાબિત થયું.

ફરિયાદી પર્થ રતિલાલ પંડ્યાએ જણાવ્યું કે, તેમણે સોશિયલ મીડિયા પર શાહ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈ અને કટારગામની ઓફિસની મુલાકાત લીધી. ત્યાં હાર્દિક શાહે બ્રોશરો અને સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ બતાવીને રોકાણની ખાતરી આપી હતી. જોકે, જ્યારે રોકાણના પૈસા પાછા માંગ્યા ત્યારે શાહ દંપતીએ બહાના બનાવ્યા અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ આપેલા 58 લાખ રૂપિયાના ત્રણ ચેક બાઉન્સ થયા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શાહ ઇન્વેસ્ટમેન્ટના બેંક ખાતાઓમાં 55 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. કંપનીની ઇન્સ્ટાગ્રામ પેજ પર એવા દાવા કરવામાં આવ્યા હતા કે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જે પણ શંકાસ્પદ જણાય છે.

શાહ ઇન્વેસ્ટમેન્ટની બે લક્ઝરી ઓફિસોમાં 50થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા, અને મોટા 10x10ના સ્ક્રીન પર શેર બજારની હિલચાલ બતાવવામાં આવતી હતી. કંપનીએ તેમની "સ્ટોક ઇન" એપનું લોન્ચિંગ એલ.પી. સવાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નીતિન જાની અને તરુણ જાની જેવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોની હાજરીમાં કર્યું હતું.

પોલીસે શાહ દંપતીને જેલના સળીયા પાછળ ધકેલી

અત્યારે શાહ દંપતી ચોકબજાર પોલીસના કેસમાં જેલમાં છે, અને સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ તપાસ ચાલુ છે. પોલીસે અન્ય રોકાણકારોને આગળ આવીને ફરિયાદ કરવા અપીલ કરી છે, કારણ કે આવા વધુ કેસ સામે આવવાની શક્યતા છે.

આ ઘટનાએ સુરતના રોકાણકારોમાં ભારે ચિંતા ફેલાવી છે. ઘણા લોકોએ પોતાની જીવનભરની બચત આ સ્કીમમાં રોકી હતી, અને હવે તેઓ નિરાશા અને ગુસ્સામાં છે. પોલીસે લોકોને ઊંચા વળતરની લાલચે રોકાણ કરતા પહેલાં કંપનીની નોંધણી અને વિશ્વસનીયતા ચકાસવાની સલાહ આપી છે.

આ પણ વાંચો- નાગરિકોની સુરક્ષા માટે રાજકોટ પોલીસની નવી પહેલ! જન રક્ષક વાહનો સેવા માટે તૈયાર

Tags :
Advertisement

.

×