ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : કોસંબા નજીક સૂટકેસમાંથી યુવતિનો મૃતદેહ મળતા ચકચાર

આજે સ્થાનિકો દ્વારા ખાડામાં પડેલા એક સૂટકેસમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને ખાડામાંથી સૂટકેસને જમીન પર લાવીને તેનો ખોલવામાં આવ્યું હતું. સૂટકેસ ખોલતા જ તેમાં કાળો પડી ગયેલો યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
02:12 PM Nov 03, 2025 IST | PARTH PANDYA
આજે સ્થાનિકો દ્વારા ખાડામાં પડેલા એક સૂટકેસમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને ખાડામાંથી સૂટકેસને જમીન પર લાવીને તેનો ખોલવામાં આવ્યું હતું. સૂટકેસ ખોલતા જ તેમાં કાળો પડી ગયેલો યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Surat : સુરતમના માંગરોલના કોસંબા (Surat - Kosamba) નજીક સૂટકેસમાંથી યુવતિનો મૃતદેહ (Girl Body Found In Suitcase) મળી આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બેગમાંથી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા તુરંત કાફલો દોડી આવ્યો હતો. અને બેગને અવાવરૂ ખાડામાંથી બહાર લાવીને તેની તપાસ કરવામાં આવી હતી. બેગમાંથી લોહીથી ખરડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ દરવામાં આવી છે.

સમગ્ર પંથકમાં ચકચાર મચી

સુરતના માંગરોલ નજીક આવેલા કોસંબામાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સ્થાનિકો દ્વારા ખાડામાં પડેલા એક સૂટકેસમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને ખાડામાંથી સૂટકેસને જમીન પર લાવીને તેનો ખોલવામાં આવ્યું હતું. સૂટકેસ ખોલતા જ તેમાં કાળો પડી ગયેલો યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતિને ગળાના ભાગે ઉંડી ઇજાના નિશાન હોવાનું પણ જાણવા મળ્યું છે.

આરોપી સુધી પહોંચવાના ચક્રોતગિમાન

મૃતદેહ રિકવર કર્યા બાદ તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ મૃતદેહની ઓળખ કરવા અને કોણે આ કમકમાટીભરી ઘટનાને અંજામ આપ્યો છે, તે જાણવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો -----  Rajkot : હોસ્પિટલ બહાર ફાયરિંગ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

Tags :
BagGujaratGujaratFirstKosambaMangrolSuratSuratpolice
Next Article