Surat: સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, પાલક પિતા અને 62 વર્ષીય વૃદ્ધને કોર્ટે ફટકારી આ સજા
- Surat ના કાપોદ્રામાં વર્ષ 2024 માં સગીરા પર બનેલી દુષ્કર્મની ઘટના
- સુરત કોર્ટે પાલક પિતાને ફટકારી આજીવન કેદની સજા
- 62 વર્ષીય વૃદ્ધને 20 વર્ષની સજાનો કર્યો હુકમ
- વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી
- કાપોદ્રા પોલીસ મથકમાં માતાએ નોંધાવી હતી ફરિયાદ
Surat: સુરતના (Surat) કાપોદ્રા વિસ્તારમાં વર્ષ 2024 માં એક સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં સુરતની કોર્ટે મંગળવારે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. આ કેસમાં સગીરાના પાલક પિતા સંજય પાટીલને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે, જ્યારે સમાન સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ હીરામન ઉર્ફે હીરાલાલ સિંઘને 20 વર્ષની સખત કેદની સજા સુનાવવામાં આવી છે.
Surat ના કાપોદ્રા દુષ્કર્મ કેસમાં કોર્ટનો કડક ચુકાદો
મળતી માહિતી મુજબ આ ઘટના ગત વર્ષે સામે આવી હતી જ્યારે સગીરાની માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેનો પતિ સંજય પાટીલ અને સોસાયટીમાં જ રહેતો હીરાલાલ સિંઘ બંનેએ તેની સગીરા દીકરી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ કૃત્યના કારણે પીડિતા ગર્ભવતી પણ થઈ ગઈ હતી.પોલીસે તુરંત કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી. કેસ POCSO કોર્ટમાં ચાલ્યો, જ્યાં તબીબી પુરાવા, પીડિતાનું નિવેદન તેમજ અન્ય મજબૂત પુરાવાઓના આધારે કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા.
ચુકાદો દરેક પીડિતા માટે જીત
આવા અપરાધો સમાજમાં ભય ફેલાવે છે અને નાની બાળકીઓનું બાળપણ છીનવી લે છે. તેથી કડકમાં કડક સજા કરવી જરૂરી છે, જેથી સમાજમાં ડર પેદા થાય અને આવા અપરાધોનો અંત આવે.આ ચુકાદો દરેક પીડિતા માટે ન્યાયની જીત છે. કોર્ટે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પરિવારના સભ્ય કે પડોશી હોય, કોઈપણ આવા અપરાધ કરશે તો તેને છોડવામાં નહીં આવે.”
આ પણ વાંચો: Bhavnagar માં પેથોલોજી લેબોરેટરીમાં લાગી વિકરાળ આગઃ બાળકો, વૃદ્ધો સહિત દર્દીઓનું રેસ્ક્યૂ


