ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, પાલક પિતા અને 62 વર્ષીય વૃદ્ધને કોર્ટે ફટકારી આ સજા

Surat: સુરતના (Surat) કાપોદ્રા વિસ્તારમાં 2024માં સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં સુરતની કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં સગીરાના દુષ્કર્મી પાલક પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ સોસાયટીમાં જ રહેતા 62 વર્ષીય વૃદ્ધને 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે પુરાવાના આધારે બેનેટને કસુરવાર ઠેરવ્યા છે.
12:13 PM Dec 03, 2025 IST | Sarita Dabhi
Surat: સુરતના (Surat) કાપોદ્રા વિસ્તારમાં 2024માં સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં સુરતની કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં સગીરાના દુષ્કર્મી પાલક પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ સોસાયટીમાં જ રહેતા 62 વર્ષીય વૃદ્ધને 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે પુરાવાના આધારે બેનેટને કસુરવાર ઠેરવ્યા છે.
surat rape case- Gujarat first1

Surat: સુરતના (Surat) કાપોદ્રા વિસ્તારમાં વર્ષ 2024 માં એક સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં સુરતની કોર્ટે મંગળવારે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. આ કેસમાં સગીરાના પાલક પિતા સંજય પાટીલને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે, જ્યારે સમાન સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ હીરામન ઉર્ફે હીરાલાલ સિંઘને 20 વર્ષની સખત કેદની સજા સુનાવવામાં આવી છે.

 

Surat ના કાપોદ્રા દુષ્કર્મ કેસમાં કોર્ટનો કડક ચુકાદો

મળતી માહિતી મુજબ આ ઘટના ગત વર્ષે સામે આવી હતી જ્યારે સગીરાની માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેનો પતિ સંજય પાટીલ અને સોસાયટીમાં જ રહેતો હીરાલાલ સિંઘ બંનેએ તેની સગીરા દીકરી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ કૃત્યના કારણે પીડિતા ગર્ભવતી પણ થઈ ગઈ હતી.પોલીસે તુરંત કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી. કેસ POCSO કોર્ટમાં ચાલ્યો, જ્યાં તબીબી પુરાવા, પીડિતાનું નિવેદન તેમજ અન્ય મજબૂત પુરાવાઓના આધારે કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા.

ચુકાદો દરેક પીડિતા માટે જીત

આવા અપરાધો સમાજમાં ભય ફેલાવે છે અને નાની બાળકીઓનું બાળપણ છીનવી લે છે. તેથી કડકમાં કડક સજા કરવી જરૂરી છે, જેથી સમાજમાં ડર પેદા થાય અને આવા અપરાધોનો અંત આવે.આ ચુકાદો દરેક પીડિતા માટે ન્યાયની જીત છે. કોર્ટે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પરિવારના સભ્ય કે પડોશી હોય, કોઈપણ આવા અપરાધ કરશે તો તેને છોડવામાં નહીં આવે.”

આ પણ વાંચો: Bhavnagar માં પેથોલોજી લેબોરેટરીમાં લાગી વિકરાળ આગઃ બાળકો, વૃદ્ધો સહિત દર્દીઓનું રેસ્ક્યૂ

Tags :
GujaratGujarat FirstKapodraMinor girl rape caserape caseSuratSurat Court
Next Article