Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat News : ખાનગી શાળા સંચાલકની બેદરકારીને કારણે માસુમ બાળકને લાગ્યો વીજકરંટ

Surat News :  બાળકને સારી શિક્ષા મળે તે માટે માતા-પિતા ખાનગી શાળાઓમાં તેનું એડમિશન કરાવે છે. પણ જો તમને ખબર પડે કે શાળામાં તેને ભણાવ્યાની જગ્યાએ શાળા સંચાલકો તેની સાથે કામ કરાવડાવે છે અને દરમિયાન તેને ઈજા પહોંચે છે તો...
surat news   ખાનગી શાળા સંચાલકની બેદરકારીને કારણે માસુમ બાળકને લાગ્યો વીજકરંટ
Advertisement

Surat News :  બાળકને સારી શિક્ષા મળે તે માટે માતા-પિતા ખાનગી શાળાઓમાં તેનું એડમિશન કરાવે છે. પણ જો તમને ખબર પડે કે શાળામાં તેને ભણાવ્યાની જગ્યાએ શાળા સંચાલકો તેની સાથે કામ કરાવડાવે છે અને દરમિયાન તેને ઈજા પહોંચે છે તો તમે તેના વિશે શું કહેશો. જીહા, આવું જ કઇંક તાજેતરમાં સામે આવ્યું છે. સુરતની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ સાથે આવું જ થઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

બે બાળકોને લાગ્યો વીજકરંટ

સુરતના ડિંડોલીમાં એક ખાનગી શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, શાળામાં ભણતા બે માસુમ બાળકો પાસેથી કામ કરવવામાં આવતું હતું જે દરમિયાન તેમને વીજકરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક બાળકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વિસ્તારથી વાત કરીએ તો સુરત (Surat News) ના ડિંડોલીમાં આવેલી શારદાયતન શાળાના સંચાલકોએ ઉત્તરાયણ બાદ બાળકોને છત પર સાફ સફાઈ કરવા મોકલ્યા હતા. જોકે, આ કામ શાળાના સાફ સફાઈ કરતા કર્મીઓનું હોય છે તેમ છતા બાળકોને આ કામ કરવા કહેવામાં આવ્યું હતું. સવારના 7 વાગ્યે જ્યારે વિદ્યાર્થીઓ છત પર સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમણે પતંગની દોરી જોઇ અને તેને લેવા જતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર, શિવા યાદવ અને શિવમ યાદવ નામના વિદ્યાર્થીઓ કરંટ લાગતા દાઝ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હવે સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

એક વિદ્યાર્થી 60 ટકા દાઝ્યો (Surat News)

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, શિવમ અને શિવા બંને ભાઈઓ છે. જેઓ શહેરના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સીમાં રહે છે. જેઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા નગર-2 ખાડી પાસે ખોડીયાર નગર ખાતે આવેલી શારદાયતન શાળાના ધોરણ 6માં અભ્યાસ કરે છે. ગઇ કાલે એટલે કે મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ શાળામાં ગયા તે દરમિયાન શાળાના શિક્ષકે બંને ભાઈઓને સાફ સફાઈ માટે અગાસીમાં મોકલ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરવા ગયા અને આ દરમિયાન શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતાં વીજ કરંટ લાગ્યો હતો. જે સમયે શિવાને કરંટ લાગ્યો ત્યારે તેને કરંટ લાગતા જોઇ શિવમે તેને બચાવવા માટે પ્રયત્ન કર્યો. દરમિયાન તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. બંને ભાઈઓને તાત્કાલિક સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં શિવાને વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇને જવામાં આવ્યો છે. સુત્રોનું કહેવું છે કે, વીજકરંટના કારણે શિવા 60 ટકા જેટલો દાઝી ગયો છે. જ્યારે તેના ભાઈ શિવમની તબિયત ઠીક હોવાનું કહેવાય છે.

Advertisement

આ પણ વાંચો - Grishma Murder Case : ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ પર બનશે ડોક્યુમેન્ટરી, 4 દિવસ સુધી ચાલશે શૂટિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×