Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાર્કિંગકાંડ મુદ્દે સુરતમાં કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે વિવાદ

Surat Parking Scandal : કમલેશ વસાવા ગેરહાજર રહેતા હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં
પાર્કિંગકાંડ મુદ્દે સુરતમાં કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે વિવાદ
Advertisement
  • કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટરની એક સાથે મુલાકાત થઈ હતી
  • તમારા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયેલો નથી
  • કમલેશ વસાવા ગેરહાજર રહેતા હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં

Surat Parking Scandal : વરાછા ઝોનની અંદર લોકો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે. પરંતુ અધિકારીની ગેરહાજરીને કારણે તેમના કોઈપણ કામ થઈ શકતા નથી. વરાછા ઝોનમાં કોર્પોરેશન દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ટેન્ડરમાં જણાવ્યા મુજબનો સમય પૂર્ણ થઈ ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગના પૈસા લેવામાં આવી રહ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરવામાં આવતા પાર્કિંગકાંડ સામે આવ્યો હતો. ત્યાર બાદ કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવાની ભૂમિકા શંકાસ્પદ રીતે સામે આવી હતી.

કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટરની એક સાથે મુલાકાત થઈ હતી

કોન્ટ્રાક્ટર અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભાલાળાની એક સાથે મુલાકાત થઈ હતી. પરંતુ આ મુલાકાત પહેલા ધર્મેશ ભાલાળા અને કમલેશ વસાવા વચ્ચે શાબ્દિક જંગ જોવા માળ્યો હતો. તો વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર કમલેશ વસાવાની કેબિનમાં અંદર જઈને ધર્મેશ ભાલાળાએ તેમને કેટલાક સવાલો પૂછવાના શરૂ કરી દીધા હતા.જોકે તેમણે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર પોતાની કેબીનમાંથી બહાર ભાગવા લાગ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર, 2000 ખાલી પદ માટે 4 સપ્તાહમાં થશે ભરતી

Advertisement

તમારા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયેલો નથી

કોર્પોરેટર ધર્મેશ ભલાણાએ જણાવ્યું કે, આ પોસ્ટ પર કોઈ અધિકારી ફરજ બજાવતો હોય, અને જાણ કર્યા વગર રજા ઉપર હોય, તો તેને માટે પ્રજાનો પ્રતિનિધિ તરીકે હું પ્રશ્ન કેમ ના પૂછી શકું. પ્રજાનો પ્રતિનિધિ તરીકે હું આજે એમને કેબિનમાં ગયો હતો અને એમને પૂછ્યું હતું કે, તમે કોની રજા લઈને ગયા હતા. અને કેટલા દિવસની રજા લીધી હતી. તો તેમણે કોઈપણ પ્રકારનો જવાબ ના આપ્યો સામેથી મને એમણે એવું કહ્યું કે, હું તમારા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયેલો નથી.

કમલેશ વસાવા ગેરહાજર રહેતા હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં

વરાછા ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા કમલેશ વસાવા ગેરહાજર રહેતા હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં હતી. વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ ભલાણા કમલેશ વસાવાને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એક અધિકારી જ્યારે પ્રજાના પ્રતિનિધિની વાત જો સાંભળતો ન હોય, તો પ્રજાના પ્રશ્નોને કેવી રીતે ઉકેલ લાવતો હશે, તે આ દૃશ્યો પરથી સમજી શકાય છે.

આ પણ વાંચો: બાળલગ્ન નિયંત્રણના દાવા પોકળ, રાજ્યમાં 12 થી 16 વર્ષની તરુણીઓ માતા બની

Tags :
Advertisement

.

×